વછરાજ બેટ ઝીંઝુવાડામાં રણ મધ્યે દાદા વીર વછરાજનું વિશાળ મંદિર આવેલું છે. જ્યાં દાદા વછરાજના સાનિધ્યમાં 7000 કરતાં પણ વધુ ગૌમાતાઓ અને હજારોની સંખ્યામાં શ્વાન રહે છે.
કોરોના મહામારીને લઈને ત્રણ-ચાર વર્ષથી રણ મધ્યે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન થઇ શક્યું નથી. જેથી ગૌ-વંશના નિભાવ માટે જરૂરી રકમ એકઠી કરીને શકાઈ નથી.
ત્યારે ગુજરાતના તમામ સમાજના હાસ્ય કલાકારો, લોક સંગીતકારો, લોક સાહિત્યકારોએ વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વિડીઓ સંદેશ મૂકી ગાય માતા માટે મદદ માગી છે.
ગુજરાતના તમામ ધર્મના લોકો 14 તારીખ અને મકરસંક્રાંતિના દિવસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ઝીંઝુવાડા રણમાં વછરાજ ધામ માટે નીરણ માટે દાન આપે એવી દર્દભરી અપીલ કલાકારોએ કરી છે.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર