Crime

રાજુલા પો.સ્ટે.ના જુની માંડરડી ગામે સગીર વયની બાળાને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી કરપીણ હત્યા કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

 

ગઇ તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ રાજુલા પો.સ્ટે.માં ફરી.શ્રી વાલજીભાઇ પુનાભાઇ બાબરીયા ઉ.વ.૪૦ ધંધો.ખેત મજુરી રહે.જુની માંડરડી રામાપીર મંદીર પાછળ, તા.રાજુલા જી.અમરેલી વાળાએ જાહેર કરેલ કે,આજથી બે દિવસ પહેલા પોતાનો કૌટુંબિક ભત્રીજો યશ નાગજીભાઇ બાબરીયા પોતાના ઘર પાસે આંટા ફેરા મારતો હોય અને પોતાની સગીર વયની દિકરી મરણ જનાર સામે જોતો હોય જેથી પોતાની પત્નિએ આ બાબતે આરોપીને ઠપકો આપતા આરોપીએ પોતાની પત્નિને ગાળો આપેલ અને બે મહીના પહેલા પોતાના દિકરા અશોકને આરોપીએ કહેલ કે, હું તારી બહેનનુ ખુન કરી નાખવાનો છુ તેવી ધમકી આપેલ હોય જે વાતનું મનદુખ રાખી આજરોજ સવારના અગીયારેક વાગ્યે પોતાની સગીર વયની દિકરીને આરોપીએ જુની માંડરડી ગામની રાવળીયા-ધાતરવડી નદીના પટમાં બોલાવી આરોપીએ ફરી.ની સગીર વયની દિકરીને મોઢાના ભાગે તથા માથાના ભાગે બોથડ વસ્તુના ઉપરા ઉપરી ઘા મારી સ્થળ ઉપર હત્યા નિપજાવી નાસી ગયેલની ફરીયાદ આપતા,આરોપી યશ નાગજીભાઇ બાબરીયા રહે.જુની માંડરડી તા.રાજુલા વાળા વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે,ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૦૦૩/૨૩ આઇ.પી.સી કલમ ૩૦૨,૫૦૪,૫૦૬(૨),૩૫૪(ડી) તથા જી.પી.એ કલમ ૧૩૫ તથા પોકસો એકટ ૧૨ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ એ.એમ.દેસાઇ, પોલીસ ઇન્સપેકટર, રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ.

સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન,લુંટ જેવા ગંભીર અનડીટેકટ શરીર સંબધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ખુનના ગુન્હાને અંજામ આપી નાસી જનાર આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં જણાવેલ જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવાં તપાસ હાથ ધરેલ હતી.

જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે તથા તેમની પોલીસ ટીમો દ્રારા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ફરીયાદીના સગા સંબધીઓની પુછપુરછ કરી,આ ગુનો બનવા પાછળના કારણ અંગેની તપાસ કરી અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્રારા તપાસ કરતાં આ ગુનાનો આરોપી ગુનો કરી સીમ વિસ્તારમાં નાસી ગયેલ હોવાનું જાણવા મળતાં તે દિશામાં તપાસ કરતાં ધારેશ્વર ગામની સીમ વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

યશ નાગજીભાઇ બાબરીયા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.જુની માંડરડી તા.રાજુલા જિ.અમરેલી

આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એમ.રાધનપરા તથા એ.એસ.આઇ કિરણબેન પ્રતાપભાઇ તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ તથા ભરતભાઇ મુહાભાઇ તથા હેઙ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ મનુભાઇ તથા પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો એબીએનએસ,…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 90

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *