ભાવનગર રેન્જ ના પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા તથા પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી આર.ડી.જાડેજા સા. ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સુરનગર ગામમાં લલુભાઇ દે.પુ ના બંધ મકાનની પાછળ ખુલ્લામા અમુક ઇસમો જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૭ ઇસમો જાહેરમાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં
( ૧)મુન્નાભાઇ તુલસીભાઇ મોણપરીયા જાતે.દે.પુ ઉ.વ.૩૦ ધંધો.ખેતીકામ રહે.ઉખરલા તા.ઘોઘા જી.ભાવનગર
(૨)જીતુભાઇ હિરાભાઇ વાળા જાતે.કોળી ઉ.વ.૩૮ ધંધો.ખેતી રહે.સુરનગર તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૩)પ્રવિણભાઇ ડાયાભાઇ મીઠાપરા જાતે.દે.પુ ઉ.વ.૩૦ ધંધો.હિરા રહે.સુરનગર તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૪)રમેશભાઇ લખમણભાઇ ઝાલા જાતે.કોળી ઉ.વ.૩૧ ધંધો.હિરા રહે.સુરનગર તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૫)કિશોરભાઇ ગોવીંદભાઇ ગોહિલ જાતે.અનુ.જાતી ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.ખોડીયારનગર,ગારીયાઘાર
(૬)હસમુખભાઇ સવજીભાઇ રાઠોડ જાતે.કોળી ઉ.વ.૪૭ ધંધો.હિરા રહે.બાદલપર તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૭)દલસુખભાઇ પ્રેમજીભાઇ મીઠાપરા જાતે.દે.પુ ઉ.વ.૫૧ ધંધો.મજુરી રહે.સુરનગર તા.ગારીયાઘાર .ભાવનગર
ઉપરોકત સાત ઇસમોને જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીન પત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપાના નંગ- ૫૨ કિ.રૂ| ૦૦/૦૦ તથા રોકડ રૂપિયા ૧૧,૨૬૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૩ કિ.રૂ| ૧૫૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૨,૭૬૦ /- ના મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
રીપોર્ટર ગોપાલ ગોંડલિયા ગારિયાધાર