દેશના એકાવન શક્તિપીઠમાં અંબાજી આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માઈ ભક્તો નવરાત્રીમાં ભાદરવી માં અને દિવાળી પર્વમાં સૌથી વધુ આવતા હોય છે. અંબાજી ખાતે માઈ ભક્તો ઉતરાયણ પર્વ મા પણ ખાસ આવતા હોય છે. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે.
14 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમા 13 જાન્યુઆરીના રોજ સેવાભાવી ભક્તો દ્વારા અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ખાતે રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી પતંગોથી અંબાજી મંદિર પરિસર અને ગર્ભગૃહ સહિત ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યું હતુ.
અંબાજી પ્રહલાદ પૂજારી