જિલ્લામાં નોંધાયેલા ૧,૬૨૧ કેસો પૈકી ૪૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ
૦૦૦૦૦૦
ભાવનગર, તા.૦૪ : ભાવનગર જિલ્લામા આજરોજ ૫૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૬૨૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૧૫ સ્ત્રી મળી કુલ ૩૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઢુંઢસર ગામ ખાતે ૧, તાળાજા તાલુકાના જસપરા ગામ ખાતે ૫ તથા તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૧૪ એમ કુલ ૫૦ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ સિહોર તાલુકાના બોરડા ગામ ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૬૨૧ કેસ પૈકી હાલ ૪૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૧૪૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.
રિપોટ બાય વિપુલ બારડ ભાવનગર