કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ એ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુન્દ ગામે આવેલ સંદેશ લાઇબ્રેરી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.સંદેશ લાઈબ્રેરી શ્રી દેવેન્દ્ર પટેલ સાહિત્ય કક્ષ અને આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પોળો નો રણકાર નરેશ લિંબાચીયા ના ચિત્રો નું પ્રદર્શન યોજાયું હતું.
લાઈબ્રેરી ખાતે પ્રસિદ્ધ ચિત્રકાર નરેશ લિંબાચીયા ના ચિત્રો નું પ્રદર્શન પણ મંત્રી ની ઉપસ્થિતિ માં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામા લોકો એ પ્રદર્શન ને નિહાળ્યું હતું.કાર્યક્રમ માં મંત્રી અને દેવેન્દ્રભાઈ પટેલ એ સંબોધન કર્યું હતું. મંત્રી એ જણાવ્યું હતું કે આ ચિત્રો જોઈ ને મને મારું બાળપણ યાદ આવી ગયું હતું.
તો પદ્મ શ્રી દેવેન્દ્રભાઇ પટેલ એ જણાવ્યું હતું કે મને આશ્ચર્ય છે કે આપડી ભૂમિ પર આવા અદભૂત કલાકારો છે તેમણે જણાવ્યું હતું કે આવા ચિત્રકારો અમદાવાદ માં પણ નથી.તેમણે જણાવ્યું હતું કે હું ગણી વાર ફ્રાન્સ અને પેરિસ માં આવા ચિત્રો ના પ્રદર્શન માં ગયો છું.
જો આ ચિત્રો ત્યાં હોય તો ખૂબ ઊંચા ભાવે વેચાય.કાર્યક્રમ માં ઉપસ્થિત મંત્રી શ્રીએ સંદેશ લાઇબ્રેરી અને ચિત્રો ના પ્રદર્શન ની પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમ માં મંત્રી ભીખુસિંહ પરમાર, પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, રામજી મંદિર મહંત શ્રી,હિમાંશુભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, સરપંચ લલીતાબેન પટેલ,નરેન્દ્રભાઇ પટેલ,જગદીશભાઈ પટેલ, દાનવીર માવજીબાપા, જયંતીભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ એસ.એમ.સી સદસ્ય શ્રીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા ના આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ એ સહુનો આભાર માન્યો હતો.