શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પો.ઇન્સ.શ્રી એસ.ડી.ધોબી સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર સાહેબ તથા એચ.કે.દરજી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી ના સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,
” હડાદ – અંબાજી રોડ ઉપર આવેલ કામાક્ષી મંદિર આગળ એક ઇસમ પોતાની પાસેનુ મો.સા. વેચવા માટે ફરે છે અને જે મો.સા. ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હોય જેથી તેની પાસેનુ મો.સા. સંકાસ્પદ છે”. જે બાતમી આધારે નંબર પ્લેટ વગરના
હીરો કંપનીનુ પેશન પ્રો કાળા તથા લાલ પટ્ટાવાળા મો.સા સાથે ભગારામ સ/ઓ સાયબારામ જગારામ જાતે. ગમેતી (આદીવાસી) ઉ.વ.૨૧ ધંધો.ખેતી રહે.વાલોરીયા પગારફળી તા.પીંડવાડા પો.સ્ટે. રોહીડા જિ.સિરોહી (રાજસ્થાન) વાળાને પકડી લીધેલ જે મો.સા બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા સદરે મો.સા. તેને એક મહિના અગાઉ અંબાજી મંદિરના ગેટ નંબર ૭ આગળથી ચોરેલ હોવાની વિગત જણાવતા હોય જે મો.સા જોતા હીરો કંપનીનુ પેશન પ્રો જેની ઉપર નંબર પ્લેટ લગાડેલ ના હોય જેનો એન્જીન નં.HA10ENCGF22018 તથા ચેચીસ નં. MBLHA10AWCGFS1149 નો હોય જે એન્જીન ચેચીસ નંબર ઉપરથી ઇ-ગુજકોપમાં તપાસ કરતા તેનો રજી. નં.જી.જે.૦૮.એ.ડી.૬૫૯૮ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ની ગણી CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી અંબાજી પોલીસ સ્ટેશને CRPC કલમ.૪૧(૧)ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરીએ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.
બાતમી મેળવનાર:-
HC રાજેશભાઇ હરીભાઇ
કામગીરી કરનાર એલ.સી.બી.ના અધિશ્રી તથા કર્મચારીઓની વિગત:-
1. PSI શ્રી પી.એલ.આહીર
2. HC રાજેશભાઇ હરીભાઇ
3. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ
4. PC ભરતજી કલુજી
5. PC ગજેન્દ્રદાન શેષકરણદાન
6. PC ભવાનસિંહ અંબાજી પ્રહલાદ પૂજારી