વેળાવદર
છેલ્લાં વીશ વર્ષેથી અપાઈ રહેલાં ચિત્રકુટ એવોર્ડ સંમારંભ આજે 18-1-23 ના રોજ તલગાજરડાની પ્રાથમિક શાળામાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં બોલતાં પુ.મોરારિબાપુએ કહ્યું કે આમ તો હું ક્યારેય કોઈ પાસે કંઈ માંગતો નથી.પણ મહુવાનાં સૌની માંગણી મુજબ જો મહુવા જિલ્લો બને તો 33 એવોર્ડ તો અપાય છે પણ પછી 34 એવોર્ડ આપવા પડશે.તેમ કહી બાપુએ મહુવાને જિલ્લો બનાવવા સરકારને સંદેશો આપ્યો ગણાય.
પુ.શ્રી મોરારિબાપુએ વધું શિક્ષણ શ્રમદાન કરી 10 મોં દાનનો હિસ્સો તે રીતે આપવા અનુરોધ કર્યો.તલગાજરડાની મોરારીબાપુએ ખુબ સરસ વ્યાખ્યા કરી. ત એટલે તપ, લ એટલે લક્ષ્યાંક,ગા એટલે ગાયન, જ એટલે જન્મભુમિ, ર એટલે રમવું અને ડા એટલે ડાહપણ. આ રીતે છ અક્ષરોને સરસ રીતે વ્યાખ્યાયિત કરીને તલગાજરડા નું મહત્વ ફરી એકવાર સમગ્ર જગતમા સ્થાપિત કર્યું. જોકે આ વાતનો ઉલ્લેખ કરીને ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલે કહ્યું કે તલગાજરડા એક ભારતનું મોટું ધામ બને તે માટેના મારા પ્રયત્નો સનિષ્ઠ હશે. સરકારને જ્યાં પણ રજૂઆત કરવાની જરૂર પડે ત્યાં હું કરીશ. સાથોસાથ સાથે તલગાજરડાની પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરવાની પણ જવાબદારી તેઓએ ઉપાડી હતી.
આગામી મેં માસમાં ગાંધીનગર ખાતે યોજાનાર કથાના સંદર્ભે બાપુએ કહ્યું કે આ કથા મેં શિક્ષકોને નથી આપી પરંતુ મારા સમાજને આપી છે હું આખરે એક શિક્ષક છું શિક્ષક ધર્મના આજના કાર્યક્રમમાં રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ,પુ સિતારામ બાપુ તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતાં.