Latest

શ્રી આદર્શ વિદ્યાલય લીંભોઇમાં ઇનામ વિતરણ દાતાશ્રીઓનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી લીંભોઇ વી.વી. મંડળ લીંભોઇ સંચાલિત આદર્શ વિદ્યાલય લીંભોઇમાં તા : ૧૯/૦૧/૨૦૨૩ ના રોજ ધોરણ ૬ થી ૧૨ માં શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ, સંસ્થાના વિકાસ માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.

પોલીસ સ્વ સુરક્ષા શિબિરમાંથી મળેલી તાલીમ વડે દીકરીઓએ પોતાના બચાવ માટેની ટેકનિકો રજૂ કરી હતી. આ પ્રસંગે આચાર્યશ્રી વિજયભાઈદાણી દ્વારા સ્વાગત પ્રવચન, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ એ. ઉપાધ્યાય દ્વારા શુભેચ્છાઓ અને કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી ગુણવંતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી, મુખ્ય મહેમાન તરીકે શ્રી ભરતભાઈ પટેલ તથા હંસાબેન પટેલ અને પો. સબ ઇન્સ્પેક્ટર શ્રી સી. એફ. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ અતિથિઓ તરીકે ડૉ. કૃપેશભાઈ પટેલ, ડૉ. દિવ્યાંગભાઈ પટેલ, ડૉ.જીગ્નેશભાઈ પટેલ, ડૉ.ચિરાગભાઈ ઉપાધ્યાય, શ્રી નિલેશભાઈ જોશી ભાસ્કરભાઈ ઉપાધ્યાય તથા શ્રી ભીખુસિંહ પરમારના ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના ઉપપ્રમુખશ્રીઓ માલજીભાઈ રબારી તથા કોદરસિંહ ચૌહાણ, મંત્રીશ્રી શિવાભાઈ પટેલ અન્ય કારોબારી સભ્યશ્રીઓ, આજીવન દાતાશ્રીઓ શાળાનો શૈક્ષણિક સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મ.શિ. કિરણભાઈ પટેલ અને આભાર વિધિ મંડળના આંતરિક ઓડિટર શ્રી અમરતભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમની સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે અને મંડળના પ્રમુખશ્રી અને સમગ્ર ટીમને ખુબ જ જહેમત ઉઠાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *