જામનગર: જામનગર કોચિંગ ક્લાસ એસોસિયેશન તથા ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાથીઁઓ માટે (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)ની મોડલ ટેસ્ટ તા.22/1/2023 રવિવારના રોજ રાખેલ છે.
જેમાં ધોરણ 10 વિજ્ઞાન નું પેપર 9.00 થી 12.15, ગણિત (બેઝિક / સ્ટાન્ડર્ડ) નું પેપર 2.15 થી 5.30 સુધી, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા સવારે 9.00 થી 12.15 તથા નામું 2.15 થી 5.15 સુધી, મહિલા કોલેજ, વિકાશ ગૃહ, જામનગર, ભવન્સ સ્કૂલ, વિકાશ ગૃહ, જામનગર, એચ. જે. દોશી આઈ ટી ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાનગંગા સ્કૂલ, મયુર ટાઉનશીપ, જામનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે.
આશરે 2500 થી વધુ વિધાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. જામનગર ટ્યુશન ક્લાસ એસોસિયેશન તથા ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા આ મોડેલ ટેસ્ટના આયોજન / વ્યસ્થાપન અંગે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવામાં આવેલ છે.