Latest

આજે ૭૮- જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના મતદારો આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ લિંકઅપ કરાવી શકશે

જામનગર: જામનગર મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના મુજબ મતદારયાદીના પ્રમાણીકરણ હેતુ મુજબ દરેક મતદારના ચૂંટણીકાર્ડને તેના આધાર નંબર સાથે લિંકઅપ કરાવવા જરૂરી હોવાથી, જેને ધ્યાનમાં લઇને ૭૮- જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના તમામ બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા મતદારોના ઘરે- ઘરે જઈને સંબંધિત મતદારની સહમતી મેળવી તેમના આધાર નંબર ચુંટણી કાર્ડ સાથે લિંકઅપ કરવા માટે લિંકઅપ પ્રક્રિયા ચાલુ છે.

જે-તે સંબંધિત મતદાર જો તેમનું આધાર કાર્ડ તેમના ચુંટણી કાર્ડ સાથે જાતે જ જો લિંકઅપ કરવા માંગતા હોય, તો તેમના સ્માર્ટફોન મારફત વોટર હેલ્પલાઇન એપ્લિકેશનની મદદથી કરી શકે છે. આવતીકાલે તા. ૨૨/૦૧/૨૦૨૩ના ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના તમામ બી.એલ.ઓ. શ્રી દ્વારા સંબંધિત મતદારોની મુલાકાત લઈ તેમના આધારકાર્ડ તેમના ચૂંટણીકાર્ડ સાથે લિંકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેથી ૭૮ -જામનગર ઉત્તરના મતદારોને તેમના આધાર નંબર ચૂંટણીકાર્ડ નંબર સાથે લિંકઅપ કરવા માટે બી.એલ.ઓ. શ્રીને જરૂરી સાથ-સહકાર આપવા માટે મતદાર નોંધણી અધિકારી, ૭૮- જામનગર ઉત્તર વિ.સ.મ.વિ. અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર (શહેર) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે..

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *