શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે
અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું હોવાથી ભક્તો મોટી સંખ્યામાં અવારનવાર દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે
ત્યારે આજથી અંબાજી ખાતે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થવાથી ભક્તો દર્શન કરવા મોટી સંખ્યામાં અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી ખાતે ૨૨ થી ૩૦ જાન્યુઆરીના રોજ ખેડબ્રહ્મા રોડ પર આવેલા સીતાબા સદનમાં દેવી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અંબાજી ખાતે આજે 22 થી 30 જાન્યુઆરી સુધી મહા સુદ એકમ ના પવિત્ર દિવસે ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ થવાથી ભક્તો દેવ દર્શન કરવા અને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ અમારી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે તો ઘણા ભક્તો દ્વારા અંબાજી ખાતે દેવી ભાગવત કથામાં નવમ દિવસ સુધી હાજરી આપી
માતાજીની આરાધના કરવામાં આવશે. અંબાજી ખાતે પ્રથમ વખત દેવી ભાગવત કથા મહા સુદ એકમ થી મહાસુદ નવમ સુધી યોજાવાજઈ રહી છે ત્યારે અંબાજી ખાતે શ્રી એમ પ્રસાદ દવે ના હસ્તે ભક્તો કથાનો સ્મરણ કરશે.કથા શરૂ થાય તે અગાઉ અંબાજી ખાતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને માતાજીના જય જય કાર સાથે કથાનો પણ પ્રારંભ થયો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી