શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે.
અંબાજી મંદિર પર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં કેટલાય દિવસોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.
માતાજીને આજે 26 જાન્યુઆરીના રોજ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં દેશમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
ત્યારે આજે ઘણા ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા બપોરે 12:00 વાગે માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. અન્નકૂટ આરતી માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી