રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
દેશના રાષ્ટ્રિય પર્વ ૭૪માં ગણતંત્રદિન નિમિત્તે નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્રી હરીશ સૂર્યવંશી એ જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતું. ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતુ.
ત્યારે પુજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં અંગ્રેજોને દેશ નિકાલ – “અંગ્રેજો ગાદી છોડો”ની નેમ સાથે પુર્ણ આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે ૨૮૪ જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા. જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહી. દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલીક હોય તેવું દેખાતુ નથી. યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે.
પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં રોજગાર, નોકરીની તકો, આરોગ્ય સુવિધા, શિક્ષણની વ્યવસ્થા વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી હોય તેમ જણાતુ નથી.
આજે બીજી આઝાદીની લડાઈ માટે અને દેશને એક રાખવા માટે શ્રી રાહુલ ગાંધી ૩,૯૦૦ કિ.મી. લાંબી પદયાત્રાના અંતિમ પડાવમાં છે ત્યારે ગુજરાતમાં પણ “હાથ સે હાથ જોડો” યાત્રા સમગ્ર ગુજરાતના તાલુકાઓ, નગરપાલિકાઓ, શહેરો અને ગ્રામ્ય કક્ષાએ ફેબ્રુઆરી માસથી નિકળવાની છે.
પ્રજાના પ્રશ્નોને વાચા આપવા હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. દેશમાં લોકશાહીના મુલ્યોને સાચવવા અને બંધારણને પ્રાધાન્ય આપવું એ એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ કરી શકે છે. કોંગ્રેસ પક્ષએ ભુતકાળમાં જેમ અંગ્રેજો સામે ભારતીયોના હક્ક અને અધિકાર માટે “ભારત છોડો” જનઆંદોલન કર્યું હતું તેવું સત્તા પર બેઠેલા ભાજપ સરકારની સામે લડત આપી દેશને સમાન અધિકાર, રોજગારની તકો, અભિવ્યક્તિની આઝાદી, સહિતના તમામ બંધારણીય અધિકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા કટિબધ્ધ રહીને લડત આપતું રહેશે.
કોંગ્રેસ કાર્યાલય-સુરત ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી હસમુખભાઈ દેસાઈ, મહેન્દ્રસિંહ સુરતીયા, અશોક પીમ્પલે, હરીશ સૂર્યવંશી, સેવાદળ પ્રમુખ સંતોષ પાટીલ, ઉમેદવાર કલ્પેશ વરિયા, ઇકબાલ ડી.પટેલ, શિવસિંગ રાજપૂત, વિપુલ ઉધનાવાલા, નીરવ રાણા, મુકેશ રાણા, રઈસા શેખ, સન્મુખ વાળંદ સહિત મોટી સંખ્યામાં દરેક ફ્રન્ટલ સેલના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.