કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના સભાગૃહમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા સમગ્ર દેશના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી રજુ થતા કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા” નો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત થયો. જેમાં વડાપ્રધાનશ્રીએ બાળકોને પરીક્ષાના ભયમાંથી મુક્ત બની પોતાની ક્ષમતાઓને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર (અન્ન અને પુરવઠા વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા), શ્રી દીપસિંહજી રાઠોડ (સાંસદઅરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો), કમલ શાહ (જીલ્લા વિકાસ અધિકારીશ્રી, અરવલ્લી જિલ્લો), તથા અરવલ્લી જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી દશરથભાઈ નીનામા, જયેન્દ્રભાઈ ભટ્ટ, પ્રાથમિક નાયબ શિક્ષણાધિકારીશ્રી શૈલેશભાઈ પટેલ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનકુમાર ર શાહ, મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીશ્રીઓ, મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ તથા વાલીમિત્રો અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.