મૂળ વતની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ભાવનગર ખાતે અમરેલી/ભાવનગર આદિવાસી શિક્ષક એસોસિયેશનની સંયુક્ત કારોબારીની રચના કરવામાં આવી.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
” શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પલતા હે ”
ગુજરાત આદિવાસી શિક્ષક એસોસિયેશનને વધુ મજબુત બનાવવા માટે આ બે જીલ્લામાં આજે પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સારસ્વત મિત્રોને સભ્યો બનાવી નીચે મુજબ અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનના પ્રમુખ શ્રી દિલીપકુમાર નિનામાના નેતૃત્વ હેઠળ કારોબારીની રચના કરવામાં આવી .
શ્રી કમલેશભાઈ ચૌધરી ( પ્રમુખ) , શ્રી શૈલેષભાઈ નિનામા (મહામંત્રી) , શ્રી પ્રતાપભાઈ બોદર (ખજાનચી) , શ્રી જયંતિભાઈ નિનામા (સંગઠન મંત્રી) , શ્રી સુરેશભાઈ કટારા (સંગઠન મંત્રી ), શ્રીમતી ચંન્દ્રિકાબેન નિનામા (મહિલા પ્રમુખ) , શ્રીમતી રાધાબેન ખરાડી (મહિલા ઉપપ્રમુખ) , શ્રીમતી પ્રવિણાબેન અસારી (મહિલા ઉપપ્રમુખ) , શ્રી કાંતિભાઈ બરંડા (ઉપપ્રમુખ) , શ્રી પ્રકાશભાઈ અસારી (ઉપપ્રમુખ) , શ્રી સુરમાભાઈ ખોખરીયા (સહમંત્રી) , શ્રી રાહુલભાઈ બોદર ( સહમંત્રી) વગેરે હોદ્દેદારોની ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વ સંમતિથી પસંદગી કરીને ઠરાવ કરવામાં આવ્યો.
એસોસિયેશનના પ્રમુખ શ્રી દિલીપકુમાર નિનામાએ જણાવ્યું હતું કે અરવલ્લી, સાબરકાંઠા , ગાંધીનગર, અમદાવાદ , આણંદ , ભાવનગર, અમરેલી વગેરે જીલ્લામાં કારોબારીની રચના કરી દેવામાં આવી છે. હવે બીજા બાકી રહેલ આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જીલ્લાઓમાં નજીકના દિવસોમાં રચના કરવામાં આવશે. આદિવાસી શિક્ષક એસોસિયેશન શિક્ષક , બાળક અને સમાજને કેન્દ્રમાં રાખીને સામાજીક રીતે એકબીજા મદદરૂપ થવાની શુદ્ધ ભાવનાથી બનાવવામાં આવેલ છે. એસોસિયેશન ગરીબ બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવાની ભાવનાથી , શિક્ષક મિત્રોને પડતી મુશ્કેલી દુર કરવા માટે , સમાજમાં એક શિક્ષક તરીકેની સમાજને જુદી-જુદી રીતે મદદરૂપ થવાની ભાવનાથી બનાવેલ છે.
અમરેલી /ભાવનગર આદિવાસી શિક્ષક એસોસિયેશનની કારોબારીની રચના કરવા માટે બે જીલ્લાના શિક્ષક મિત્રોને ભેગા કરવાનું મહત્વનું યોગદાન શ્રીમતી ચંન્દ્રિકાબેન નિનામા અને શ્રી કમલેશભાઈ ચૌધરી સાહેબે કર્યું તે બદલ સૌએ આભાર માન્યો હતો. બંને જીલ્લાના શિક્ષક મિત્રોએ પોતાનો કિંમતી સમય ફાળવી સમયદાન આપ્યું તે બદલ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જીવાભાઈ ડામોર સાહેબે કર્યું હતું.