કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટ જી. જે. પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્ટી કોકીલા જી. પટેલ છે.
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે.
તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને કલા અને હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
ફાઉન્ડેશનમાં 300 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. 2023માં પ્રથમ વખત ‘મંગલારંભ-૩’ (પાર્ટ-ર) પ્રદર્શનનું આયોજન કર્યું, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન ‘મંગલારંભ-૩’ (પાર્ટ-ર) તા. 26 જાન્યુઆરી, 2023થી અમદાવાદની, મુખૌટે આર્ટ ગેલેરી, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાનારા 2023 માંનું પ્રથમ પ્રદર્શન શરૂ થયું જેમાં 17 જેટલા કલાકારોની 50 કૃતિ પ્રદર્શિત કરવામાં આવી.
‘મંગલારંભ-૩’ (પાર્ટ-ર) પ્રદર્શન અમદાવાદની મુખૌટે આર્ટ ગેલેરી, નવરંગપુરામાં કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ અને ટ્રસ્ટી કોકિલા જી. પટેલ એ જણાવ્યું હતું કે નવોદિત ચિત્રકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટની કલા એકસાથે એક જ જગ્યાએ રજુ થાય, તે ઉપરાંત જાણીતા આર્ટિસ્ટના લાઈવ ડેમોસ્ટ્રેશન ગેલેરીમાં જોઈને નવોદિત કલાકારો નવું શીખી ને કલામાં આગળ વધી શકે તે મુખ્યહેતુ સાથે આ ગ્રુપ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘મંગલારંભ-૩’નાં (પાર્ટ-ર) ના કલાકારોમાં કોકીલા જી. પટેલ, નીલુ પટેલ, અંકિત જોષી, અંકિત વાંદરા, ભાવના મહેતા, જસપ્રીત મોહનસિંઘ, જિગર પંડ્યા, નિહાલ પંડ્યા, પ્રશાંત શર્મા, પ્રતિભા શ્રીમાળી, રૂચી મહેતા, સંજય દેશપાંડે, સિધ્ધાર્થ પટેલ, સિમ્મી કપૂર, શ્રૃતિ સોની વિનય પંડ્યા અને વિનુ ભણસાલીનો સમાવેશ થાય છે જેમણે પોતપોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિઓ રજૂ કરેલ છે. આ પ્રદર્શનમાં ગુજરાતના અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા આ પ્રદર્શનમાં જોડાયા છે.