Latest

રાજ્યપાલશ્રીની મુલાકાત સાથે બેઠક કરતા ગુજરાત નૌસેનાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ સમીર સકસેના

ગાંધીનગર: ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ ગુજરાત નૌસેના ક્ષેત્ર રિયર એડમિરલ શ્રી સમીર સક્સેના (નૌસેના મેડલ)એ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા બેઠક કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષણવિદ્ પણ છે, એ સંદર્ભે રિયર એડમિરલ શ્રી સમીર સક્સેનાએ નૌસેનાના આઈએનએસ સરદારના બેઝમથક પોરબંદરમાં કાર્યરત નેવલ ચિલ્ડ્રન સ્કૂલની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને પ્રભાવક બનાવવા માર્ગદર્શન મેળવ્યું હતું.

 

માત્ર નૌસેના કર્મીઓના જ નહીં, સામાન્ય નાગરિકોના બાળકો પણ જ્યાં ભણે છે એ પોરબંદર નેવલ ચિલ્ડ્રન સ્કૂલ વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરો, અગ્નિવિરો અને નેવલ સ્કૂલ સંદર્ભે ભાવિ આયોજનો અંગે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *