રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાસ્ટિકની નકામી બોટલ રીસાઈકલ કરીને બનાવવામાં આવેલી કોટી પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. મહત્વની વાત છે કે આ કોટી સુરતમાં બનેલી કોડી બેંગ્લોરમાં યોજવામાં આવેલા ઇન્ડિયન એનર્જી વિકમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત કપડાની બાબતોમાં ચર્ચાઓમાં રહે છે. ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નકામી પ્લાસ્ટિકની બોટલ રિસાયકલ કરીને બનાવવામાં આવેલી કોટી પહેરી હતી અને તેઓ આ કોટી પહેરીને બુધવારે તેઓ સંસદમાં પહોંચ્યા હતા અને તેથી જ આ કોટી ખૂબ જ ચર્ચામાં આવે છે.
એવી માહિતી મળી રહી છે કે 28 જેટલી પ્લાસ્ટિકની બોટલો રિસાયકલ કરીને તેમાંથી આ કોટી બનાવવામાં આવી છે.મહત્વની વાત છે કે દર વર્ષે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 10 કરોડ પ્લાસ્ટિકની નકામી બોટલ સાયકલ કરીને તેમાંથી વસ્ત્રો બનાવે છે. આ કપડાને ઇન્ડિયન ઓલ કોર્પોરેશન દ્વારા અનબોટલ્ડ નામ આપવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે હવે આ કપડામાંથી અશસ્ત્ર દળો માટે નોન કોમ્બેટ યુનિફોર્મ બનાવવામાં આવશે અને પર્યાવરણના સંરક્ષણમાં ખૂબ જ મદદરૂપ થશે.મહત્વની વાત એ પણ છે કે આ વસ્ત્રો બનાવવામાં એક પણ ટીપું પાણીનો ઉપયોગ થતો નથી.
બોટલ્સને રિસાયકલ કરીને બનાવવામાં આવતા વસ્ત્રોમાં ડોપ ડાઇગનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે સૌપ્રથમ નકામી પ્લાસ્ટિકની બોટલોમાંથી ફાઇબર બનાવવામાં આવે છે અને તેમાંથી યાન તૈયાર કરવામાં આવે છે અને આ યાન ફેબ્રિક તૈયાર કરાયા બાદ તેમાંથી વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.
આ વસ્ત્રો સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે અને વસ્ત્ર પર એક ક્યુઆર કોડ પણ લગાવવામાં આવે છે જેને સ્કેન કરવાથી વસ્ત્રની પૂરી હિસ્ટ્રી જાણી શકાય છે મહત્વની વાત છે કે એક ટીશર્ટ બનાવવામાં 5 થી 6 પ્લાસ્ટિકની બોટલ વપરાય છે. તો શર્ટ બનાવવા માટે 10 બોટલ અને પેન્ટ બનાવવા માટે 20 બોટલ નો ઉપયોગ થાય છે.
પીએમ મોદીએ પહેરેલું કોટીનું સુરત કનેક્શન
સિંગલ યુઝડ પ્લાસ્ટિકમાંથી બંને છે કાપડ
વડાપ્રધાન મોદીએ સિંગલ યુઝડ પ્લાસ્ટિકમાંથી બનેલી કોટી પહેર્યું
સુરત શહેરમાં ત્રણ વર્ષ પહેલા ફેબ્રિક્સનું ઉત્પાદન થયું હતું
પ્લાસ્ટિકની બોટલમાંથી પ્રતિ માસ દોઢ થી અઢી કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે.