રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સસ્તામાં સિમેન્ટ આપવાના નામે સુરતના પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર સાથે દિલ્હીના બે ઠગબાજોએ કરેલી રૂપિયા 6.60 લાખની છેતરપિંડી કેસમાં બે આરોપીઓની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપીઓની દિલ્હી પોલીસે બે દિવસ અગાઉ બિહાર ખાતેથી ધરપકડ કરી હતી.જે પુછપરછમાં સુરતના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
યુ-ટ્યુબ પર સિમેન્ટની કંપનીનો વીડિયો જોઇ ચીટરે બે જણાને શિકાર બનાવી લાખોની રકમ પડાવી હતી. સિમેન્ટ કંપનીમાંથી વાત કરતા હોવાની ખોટી ઓળખ આપી સસ્તામાં સિમેન્ટ આપવાના નામે પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્ર પાસેથી 6.60 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી.
આ ગુનામાં સાયબર ક્રાઇમે બન્ને ઠગબાજોને દિલ્હી પોલીસ પાસેથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે.પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા યોગેશ કાપડીયાના પુત્ર સાથે 7 મહિના પહેલા ચીટરે કોલ કરી સિમેન્ટ કંપનીમાંથી રાજ પુરોહિત વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી.ત્યારબાદ સસ્તામાં સિમેન્ટ આપવાની લાલચ આપી હતી. પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્રએ પણ તપાસ્યા વિના 2 હજાર સિમેન્ટની થેલીનો ઓર્ડર આપી 6.60 લાખની રકમ ચીટર ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
લાખોની રકમ આપ્યા બાદ છેલ્લા 6 મહિનાથી વાયદાઓ કરી નાણાં ઓહ્યા કરી ગયા હતા. આથી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતાના પુત્ર ગીરલ યોગેશ કાપડીયાએ 21મી જાન્યુઆરીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. બન્ને ચીટરોએ દિલ્હીમાં સિમેન્ટના નામે જ ચીટીંગ કરી હતી.
જેમાં દિલ્હી પોલીસે બિહાર નાલંદા ખાતેથી બન્નેની 15 દિવસ પહેલા પકડી લાવી હતી. જેમાં સુરતનો ગુનો ઉકેલાયો હતો.સાયબર ક્રાઇમે બન્ને ચીટરો ચંદન બાના ભુઇયા અને ગોપાલકુમાર ઉર્ફે સત્યમ કપીલ દેવસીંગની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..
સસ્તામાં સિમેન્ટ આપવાના નામે સુરતના પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર સાથે દિલ્હીના બે ઠગબાજોએ કરેલી રૂપિયા 6.60 લાખની છેતરપિંડી.
છેતરપિંડી કેસમાં બે આરોપીઓની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરી.
આરોપીઓની દિલ્હી પોલીસે બે દિવસ અગાઉ બિહાર ખાતેથી ધરપકડ કરી.
પુછપરછમાં સુરતના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.