રિપોર્ટ….અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી એટલે સાક્ષાત માં અંબા નું મૂળ સ્થાન માં અંબા જ્યાં ખબર પર્વતે બિરાજમાન છે ગબ્બર પર્વતની તળેટીમાં 12 તારીખથી 17 તારીખ સુધી ગબ્બર પરિક્રમા પર્વ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ નેતાઓ વિવિધ કલાકારો અને વિવિધ વીઆઈપી લોકો છ દિવસમાં અલગ અલગ હાજર રહ્યા હતા.
અંબાજી અને ગબ્બર ખાતે મોટા મહામેળા જેવું આયોજન જોવા મળ્યું હતું જેમાં એસટી વિભાગની કામગીરી સુંદર રહી હતી, અંબાજી મંદિર ટ્રસ્ટની કામગીરી પણ સુંદર રહી હતી. ગબ્બર પરિક્રમા પર્વમાં છ દિવસમાં 3.30 લાખ કરતાં વધુ ભક્તો ઉમટ્યા હતા. ગબ્બર પરિક્રમા પર્વ 17 તારીખના રોજ સાંજે ગબ્બર તળેટીમાં વહીવટદાર સિદ્ધિ વર્મા દ્વારા આર્થિક કરીને પરિક્રમા પર્વની પુર્ણાથી કરવામાં આવી હતી. અંબાજી પીઆઈ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા.