શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજીમા વિવિધ શાળાઓ આવેલી છે
જેમાં આદિવાસી શાળા જીએમડીસી ના માર્ગ પર આવેલી છે.મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા અંબાજી માં શ્રીમતી દેવયાનીબેન ડી પટેલ મુ.સુણાવ, જિ.આણંદ તરફથી રૂપિયા 1 લાખ 71હજાર ના દાનથી અન્નપૂર્ણા ભવન અને રસોડા ઉપર વીજળી ખર્ચ બચતનો પ્રોજેક્ટ રૂફટોપ ઇલેક્ટ્રીક સિસ્ટમ બનાવ્યું જેની તકતી નું અનાવરણ મોતીભાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી તથા વિસનગર ની પ્રખ્યાત આઈ હોસ્પિટલ જ્યોતિના સંસ્થાપક એવા ડોક્ટર શ્રી મિહિરભાઈ જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં મોતીભાઈ ફાઉન્ડેશનના પીઠ અગ્રણી અને પદ્મશ્રી થી નવાજીત માલજીભાઈ દેસાઈ તેમજ હસમુખભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓએ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી બંસીભાઈ શાહ, ટ્રસ્ટીશ્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ શાળાના આચાર્યશ્રી ડિમ્પલબેન રાવલ તથા શાળાનો સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી