શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે જે પૈકી નાં ઘણાં લોકો રાજસ્થાની છે.
અંબાજી ના ઘણા લોકો આબુરોડ થી લોન લઇ રહ્યા છે જેમાં આવી લોન આપતી કંપની ના માણસો પહેલાં તો મીઠી મીઠી વાતો કરી લોન આપી કાઢે છે અને પાછળથી લોન ના હપ્તા શરૂ થાય ત્યારે વધારાના ચાર્જ લગાવી હપ્તાની રકમો વધારી દેવાની ફરિયાદો ઉઠી છે તો બીજી તરફ અંબાજી ભાટવાસના રાજેન્દ્ર નગર ખાતે રહેતા એકભાઈએ ગાડી માટે શ્રી રામ ફાયનાન્સ કંપની પાસે લોન લીધી હતી અને લોન 3 મહિના વહેલા ભરી કાઢી હોવા છતાં 4 હજાર વધુ રૂપિયા લીધેલ છે.
અંબાજીના ગાડી ચાલકે જણાવ્યું હતું કે મેં 70 હજાર ની લોન એક વર્ષના સમય મર્યાદા માટે લીધી હતી જે લોન અમે 9 મહિનામાં જ પુરી કરી હોવા છતાં કંપની દ્રારા પેલંટી આપવામાં આવી છે અને બીજા રૂપિયા પણ બાકી કાઢવામાં આવેલ છે. આમ શ્રીરામ ફાઇનાન્સ દ્વારા અમોને ખોટી રીતે હેરાન કરવામા આવેલ છે. જો આ બાબતે યોગ્ય નિકાલ નહીં આવે તો, અમે ગ્રાહક સુરક્ષા નો સંપર્ક કરીને કંપની સામે લડત લડીશું તેવું ગાડી ચાલકે જણાવ્યું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી