પાલનપુર ખાતે થયેલ આર્યન મર્ડર કેસના તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બનાસકાંઠા પોલીસ “શ્રી જે.આર.મોથલીયા સપોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા નાઓની સુચના મુજબ
નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.બી.વ્યાસ , તથા ડો. જિગ્નેશ ગામીત તથા કુશલ ઓઝા , નાઓએ આર્યન મર્ડરના આરોપીઓને શોધી કાઢવા માટેના સતત માર્ગદર્શન અનુસાર
એલ.સી.બી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.ધોબી તથા એસ.ઓ.જી. પાલનપુરના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.જે.ચૌધરી તથા સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.પી.મેધલાતર તથા ગુનાની તપાસ કરનાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.વી.દેસાઇ નાઓ તથા એલ.સી.બી., એસ.ઓ.જી., પરોલ ફર્લો સ્કોડ, નેત્રમ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.ભટ્ટ, તથા પી.એલ.આહીર, તથા એચ.કે.દરજી, એમ.કે.ઝાલા, આર.એસ.લશ્કરી, કે.ડી.રાજપુત નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે તથા પોતાના ભરોસાના બાતમીદારો મારફતે, તથા ટેકનીકલ એનાલીસીસ, તથા નેત્રમ ટીમની મદદ મેળવી
આ ગુનાના આરોપીઓને મરણજનાર આર્યન ઓળખતો ન હોય જેથી ગુનામાં કયા કયા આરોપીઓ સંડોવાયેલ છે તેની પ્રથમ તપાસ કરી ગુનાના કામે પ્રથમ સમગ્ર ઘટના કેમ બની ? કેવી રીતે બની ? તે તમામ બાબતોનો અભ્યાસ કરી કયા આરોપીએ કેવી ભૂમીકા ભજવેલ છે તે પુરાવા આધારે નક્કી કરી ગુનામાં કુલ – ૬ નજરે જોનાર સાહેદોના સી.આર.પી.સી. કલમ ૧૬૪ મુજબના નીવેદન નોધી
ગુનાની તપાસના કામે કુલ – ૨૫૦ થી વધુ સી.સી.ટી.વી. ફૂટેજ એનાલીસીસ કરી પુરાવા એકત્રીત કરી ગુનાના તમામ આરોપીઓના પુરા નામ – સરનામા મેળવી આ કામના આરોપીઓને પકડવા સારૂ પોલીસની અલગ અલગ કુલ – ૬ ટીમો બનાવવામાં આવી
અને જે તમામ ટીમ દિવસ – રાત મહેનત કરી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિગેરે રાજ્યોના ૧૨ થી વધુ જિલ્લામાં ૧૫૦ થી વધુ સ્થળોએ છાપેમારી કરી આ કામના આરોપીઓ નાસ્તા ફરતા હતા
ત્યારે પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરેલ હોવા છતા પોલીસની અલગ અલગ ટીમોની દિવસ – રાતની મહેનત તથા સી.સી.ટી.વી. ફૂટેજ, તથા નેત્રમ ટીમની તથા ટેક્નીકલ ટીમના સતત એનાલીસીસ થી ગુનો કરી નાસ્તા ફરતા નીચે મુજબના તમામ આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડેલ છે.
@@પકડેલ આરોપીઓના નામ@@
કલ્પેશભાઇ લક્ષ્મણભાઇ ગુડોલ રહે. કુશ્કલ તા.પાલનપુર
જગદિશ ભીખાભાઇ જૂડાલ રહે.જગાણા તા.પાલનપુર
વિપુલભાઇ ગણેશભાઇ કોરોટ રહે. ચંગવાડા તા.પાલનપુર
લક્ષ્મણભાઇ શામળભાઇ ચૌધરી રહે.વેસા તા.પાલનપુર
સરદારભાઇ ગણેશભાઇ ચૌધરી રહે. ગીડાસણ તા.પાલનપુર
ભાવેશભાઇ મોગજીભાઇ કરેણ રહે. જગાણા તા.પાલનપુર
ભાસ્કર ભેમજીભાઇ ચૌધરી રહે. જગાણા તા.પાલનપુર
આશિષ હરીભાઇ ઉપલાણા રહે.ચગવાડા તા.પાલનપુર
સરદાર વાલજીભાઇ ચૌધરી રહે.એદરાણા તા.પાલનપુર
સુરેશ સરદારભાઇ કાથરોટીયા રહે.પટોસણ તા.પાલનપુર.
અંબાજી પ્રહલાદ પૂજારી