રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેર ST ડેપો દ્વારા આગામી હોળી ધુળેટીના તહેવારને લઈને ઝાલોદ, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર તરફ 150 જેટલી બસો વધારાની દોડાવાશે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી વધારાની બસો દોડાવવાના કારણે ST વિભાગને સારી આવક થવાનું પણ અનુમાન છે.
સુરત શહેરમાં રાજ્યના અલગ અલગ શહેરોમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. કારણ કે સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે અને આ બે ઉદ્યોગ સુરતમાં ઘણા લોકોને રોજગારી પૂરી પાડે છે.
ત્યારે કોઈ પણ તહેવારમાં લોકો પોતાના વતન જવાનું વધારે પસંદ કરતા હોય છે અને આગામી દિવસોમાં જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે હોળીના તહેવારને લઈને સુરત ST ડેપો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સુરત શહેરમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને ઝાલોદ જિલ્લાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
ત્યારે હોળીના તહેવારને લઈને આ લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ST ડેપો દ્વારા તારીખ 3, 4 અને 5 માર્ચ સુધી બસોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિદિન 150 જેટલી બસો દાહોદ, છોટાઉદેપુર, ગોધરા અને ઝાલોદ તરફ દોડાવવામાં આવશે.
તેનાથી 70 લાખ જેટલી આવક થવાનો પણ લક્ષ્યાંક છે. તો ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે પણ દાહોદ, છોટાઉદેપુર, ગોધરા અને ઝાલોદ તરફ વધારાની બસો દોડાવવામાં આવી હતી અને જે તે સમયે 56 લાખ રૂપિયાની આવક ઊભી થઈ હતી.
સુરત ST વિભાગ હોળી-ધુળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવશે.
દાહોદ, જાલોદ, ગોધરા, છોટાઉદેપુરના મુસાફરો માટે એક્સ્ટ્રા બસો દોડશે.
સૌરાષ્ટ્રના કેટલાક રૂટો પર પણ એક્સ્ટ્રા બસો દોડશે.
3, 4 અને 5 માર્ચના રોજ આ વધારાની બસો દોડશે.
પ્રતિદિન 150 બસો વધરાની દોડાવવામાં આવશે.
ગત વર્ષે 56 લાખની આવક થઈ હતી અને આ વર્ષે એક્સ્ટ્રા બસો દોડાવીને 70 લાખની આવકનો લક્ષ્યાંક.
ગત વર્ષે 450 બસોનું એક્સ્ટ્રા સંચાલન થયું હતું અને દોઢ લાખ કરતાં વધુ મુસાફરોએ સેવાનો લાભ લિધો હતો.