અરજદાર રસિક ચાવડા દ્વારા ની દલીલો ને માન્ય રાખતું આયોગ
જાહેર માહિતી અધિકારીશ્રી દ્વારા કરવામાં આવેલ રજૂઆત તેમજ, વિવાદીશ્રી દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૨ના પત્રથી આયોગને મોકલાવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ, જાહેર માહિતી અધિકારીશ્રી દ્વારા તા.૧૬/૦૮/૨૦૨૧ના રોજ, અરજદારશ્રી દ્વારા માંગવામાં આવેલ માહિતી,
સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દેલવાડા રોડ, વિજય સિનેમા સામે, ઉનાના પ્રમુખશ્રી તરીકે માંગવામાં આવેલ હોઇ, અરજદારશ્રી દ્વારા માંગવામાં આવેલ માહિતીનો, તા.૨૨/૧૦/૨૦૨૧ના જાહેર માહિતી અધિકારીશ્રીના પ્રત્યુત્તરથી કલમ-૩ મુજબ અસ્વીકાર કરવામાં આવેલ છે.
તેમજ વિવાદીશ્રીને, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના નિયમો અનુસાર વિનામૂલ્યે દિન-૧૦માં માહિતી પૂરી પાડવા, પ્રથમ અપીલ અધિકારીશ્રી દ્વારા આદેશ કરવામાં આવેલ હોવા છતાં, જાહેર માહિતી અધિકારીશ્રી દ્વારા પ્રથમ અપીલ અધિકારીશ્રીના આદેશનું પાલન કરેલ નથી.
વિવાદીશ્રીની તા.૧૬/૦૮/૨૦૨૧ની નમૂના-“ક” ની અરજી વંચાણે લેતા, તેઓ દ્વારા, સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી તરીકે, માહિતીની માંગણી કરેલ હોવાનું જણાતુ નથી. પરંતુ, તેઓ દ્વારા, (અરજદારશ્રી તરીકે) તેઓની સહીથી નમૂના-“ક”ની અરજી કરેલ છે. તથા વિવાદીશ્રી દ્વારા, તેઓની નમૂના-“ક”ની અરજીમાં ઉલ્લેખ કરેલ તા.૨૪/૦૨/૨૦૨૦ની, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, વેરાવળને કરેલ રજૂઆત અન્વયે, થયેલ કાર્યવાહી અંગેની માહિતી માંગેલ છે.
જે પત્રની નકલ, તેઓની નમૂના-“ક”ની અરજી સાથે બિડાણ કરેલ છે. જે તા.૨૪/૦૨/૨૦૨૧નો પત્ર, વિવાદીશ્રી દ્વારા, સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દેલવાડા રોડ, વિજય સિનેમા સામે, ઉના, જી.જુનાગઢ ના પ્રમુખશ્રી તરીકેના લેટર પેડ પર પાઠવેલ કરેલ હોવાનું જણાય છે. આમ, જાહેર માહિતી અધિકારીશ્રી દ્વારા, વિવાદીશ્રીની નમૂના-“ક” ની અરજી અંગે, અભ્યાસ કર્યા વગર, તેઓના તા.૨૨/૧૦/૨૦૨૧ના પત્રથી વિવાદીશ્રીની અરજી, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૩ મુજબ- (નાગરીક તરીકે કરેલ ન હોઇ) ઇન્કાર કરેલ છે. જે, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની જોગવાઇ મુજબ યોગ્ય જણાતુ નથી.
જેથી આયોગ, પ્રસ્તુત કેસમાં જાહેર માહિતી અધિકારીશ્રી અને મદદોઁશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, વેરાવળ, જી.ગીર સોમનાથ શ્રી વી.કે.ગોહીલ ને, વિવાદીશ્રીને, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૭(૧)ની જોગવાઇ મુજબ દિન-૩૦ની નિયત સમયમર્યાદામાં ઉકત અધિનિયમની જોગવાઇ મુજબ આપવાપાત્ર માહિતી પૂરી ન પાડવા બદલ, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૨૦ હેઠળ કાર્યવાહી કરવા જવાબદાર ગણે છે. અને વચગાળાનો આદેશ કરેલ હતો.
માહિતી અધિકાર અિધિનયમ૨૦૦૫ની કલમ૭(૧)ના ભંગ બદલ, માહિતી અધિકાર અધિનિયમ
૨૦૦૫ની કલમ૨૦(૧) હેઠળ દંડનીય કાય વાહી કરવા આયોગ એ નિર્ણય કરિયો અને આયોગ, વી.કે.ગોહેલ, જાહેર માહિતી અધિકારી અને મદદનીશ મત્સ્યોયોગ નિયામક વેરાવળ, .ગીર સોમનાથને, માહિતી અધિકાર
અિધિનયમ૨૦૦૫ની કલમ૭(૧)ના ભંગ બદલ, માિહતી અિધકાર અિધિનયમ૨૦૦૫ની
કલમ૨૦(૧) હેઠળ.૧૫,૦૦૦/(અંકે રૂપીયા પંદર હજર પૂરા)નો દંડ કરવાનો હુકમ કરેછે.
દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના
પગારમાંથી કપાત કરીને ભરપાઇ કરવાની રહેશે તેઓએ સદરહુ રકમ નીચેના સદરે, તુત હુકમ
મ યેથી ૧ માસમાં જમાં કરવાની રહેશે અને દંડ ભરીયા અંગેની પહોચ/ચલણની નકલ દિન ૩૦માં
આયોગને મોકલવાની રહેશે.તેવી હુકમ કરેલ છે.
આ અંગે અરજદાર રસિક ચાવડા એ માહિતી આયોગ નો આભાર માન્યો હતો અને સત્યની જીત થઈ હોવાની જનાવ્યુ હતું.