પ્રતિ,
શ્રી હર્ષભાઈ સંઘવી,
મંત્રી શ્રી વાહન વ્યવહાર અને પરિવહન,
ગાંધીનગર, ગુજરાત.
વિષય: ઉના ગારીયાધાર વાયા સાવરકુંડલા બસ શરૂ કરવા બાબત
સવિનય સાથ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે ઉના ગારીયાધાર વાયા સાવરકુંડલા બસ વર્ષોથી ચાલે છે. પણ આ બસ કંડમ સ્થિતિમાં હોય છે તેને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતો મુસાફરો ને ખૂબ હેરાન થાય છે.આ રૂટ કાયમી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતોને આ બસ અનિયમિત હોય ત્યારે ખુલ્લા છકડો રીક્ષા, છોટા હાથી કે ખાનગી વાહનમાં અકસ્માતના ભય સાથે મુસાફરી કરવી પડતી હોય છે.ત્યારે આ બસ શરૂ કરવામાં આવે તો આ લોકો માટે ખૂબ લાભદાયક છે અને સલામત મુસાફરી નો અહેસાસ કરી શકે .
આ બસ ત્રણ જિલ્લાને જોડતી બસ છે ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર જિલ્લાને જોડતી આ બસ શરૂ કરવામાં આવે તો ત્રણ જિલ્લાના લોકોને ફાયદો થઈ શકે. આ બસ વાયા સાવરકુંડલા ચાલતી હોવાથી ખૂબ જ મહત્વની બસ છે અને એસ.ટી ને પણ ખૂબ મોટી આવક થાય તેવો રુટ છે.તો આ રૂટને નિયમિત કાયમી કરવામાં આવે તેવી અમારી માંગ છે અને સારી સ્થિતિની બસ મૂકવામાં આવે તેવી વિનંતી.
રસિક ચાવડા
નકલ રવાના
વિભાગીય નિયામક ગુજરાત એસ. ટી. ભાવનગર
વિભાગીય નિયામક ગુજરાત એસ. ટી.અમરેલી
ડેપો મેનેજર-ઉના
ડેપો મેનેજર-ગારીયાધાર