આજે અંબાજી મંદિરમાં શાસ્ત્રોકત વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં નેપાળ અને અમેરિકાથી પણ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે વહેલી સવારે સાત વાગે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સવારે 8:30 થી 9:30 સુધી અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવી હતી કોટેશ્વર ખાતેથી સરસ્વતી નદીનું જળ લાવીને ઘટ સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં પણ રાત્રિના સમયે પરિસર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું.
અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું.ઇન્ટેલિજન્ટ લાઇટો દ્રારા સુશોભિત કરવામાં આવ્યું.લેઝર શાર્પી કલર ફૂલ લાઇટ થી નવરાત્રી પર્વમાં મંદીર સુંદર જોવા મળ્યું.અંબાજી મંદિર ખાતે કુલ 4 પોલ ચાચર ચોક મા લગાવવામાં આવ્યા.મંદીર શિખર પાસે પણ 8 પોલ લગાવવામાં આવ્યા.નવરાત્રી પર્વમાં રાત્રી દરમ્યાન મંદીર સુંદર જોવા મળ્યું.જલારામ સ્ટેજ ક્રાફટ દ્વારા લાઈટિંગ લગાવવામાં આવી.
ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આપણા દેશના ખેડૂતો જગતના તાત છે અને તેમના પર કુદરત ખમૈયા કરે તેવી માતાજી સમક્ષ મે પ્રાર્થના કરી છે. અમારી રાજ્ય સરકારે પણ ખેડુતો માટે પગલાં લીધા છે કે ખેડૂતોને રાહત મળે.
અંબાજી પ્રહલાદ પૂજારી