આપણે કોણ છીએ અને આ જગતમાં કેમ આવ્યા છીએ એનું જ્ઞાન પામવા આપણે મળ્યા છીએ:પૂજ્ય રામજીબાપા
આ દેખાય છે પાંજરાના નહિ એમાં રહેલા દિવ્ય આત્માના દર્શન કરીએ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજરોજ ઇડર તાલુકાના મોટા કોટડા ગામે પૂજ્ય રામજીબાપા ( ધોલવાણીવાળા)નો
સત્સંગ મેળાવડો. યોજાયો હતો.પૂજ્ય રામજીબાપાએ અનેક દષ્ટાંત આપીને આત્મવાણી રેલાવતા જણાવ્યું કે આપણે કોણ છીએ અને આ જગતમાં કેમ આવ્યા
છીએ એનું જ્ઞાન પામવા અહીં ભેગા થયા છીએ.
શ્રીમદ્દ રામજીબાપા (લક્ષ્મીપુરા),શ્રીમદ્દ નાથુબાપા(મુનાઈ) અને શ્રીમદ્દ જેસિંગબાપા (ગાંઠીયોલ)ના અમૃત વચનોને યાદ કરીને આપણું સૌનું જીવન દિવ્ય બને, કલ્યાણકારી બને અને. માનવ દેહમાં છે એજ જેનામાં વર્તે છે એવા
મુંગા જીવોની પણ અને પશુપંખીઓની પણ સેવા કરી આપણું કલ્યાણ કરીએ એવા આપણા સદગુરુઓ
બોધ વચનોને પગલે જીવન સાર્થક કરીએ એમ જણાવ્યું હતુ પૂ.બાવજીએ વધુમાં જણાવ્યું કે અહીં કશાય નો મોહ અને.મમતા રાખવા જેવું નથી.આસક્તિ ત્યજીને સર્વ ઇશ્વરમય છે એવો અંતરમનમાં ભાવ પ્રગટાવીએ અને આત્માને અજવાળે બેડો પાર કરીએ. ભગવાને આપ્યું હોય તો આ હાથે આપશો એ જ તમારી સાથે આવશે.
પાસે હોય તો વાપરો એ આગળ આવશે..ભેગું કરેલું અહીં જ પડ્યું રહેશે.ઊલટું વધુ ધન,લક્ષ્મી કે વૈભવ તો
અહંકાર લાવશે જો જીવ આત્મામાં ના ઠર્યો તો.
રાવણે કાઈ ઓછું પુણ્ય કર્યું ન હતું પણ અંતે શુ મળ્યું? અહંકાર, આસક્તિને છોડી ઉંચા દયાના ભાવને પકડીએ.જીવ માત્રમાં પરમેશ્વરને નિહાળીએ..સંત તુલસીદાસજી એ પણ કહ્યું છે કેસિયા રામ મય સબ જગ જાની.. કરહુ
પ્રણામ જોરી જગ પાની.!