શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દૂરદુરથી દર્શન કરવા આવે છે,ત્યારે અંબાજીના તાલુકા દાંતા સેન્ટરથી પ્રથમ વખત દાંતા થી અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે દાંતાથી મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા. હાથ માં ધજા લઈને ભકતો મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે.
દાંતા માં પદયાત્રા નીકળી, જેમાં આશરે 150 વધુ લોકો જોડાયા,લોકો દ્રારા ભવ્ય સ્વાગત કરવા માં આવ્યુ.દાંતા રાજવી પરમવીર સિંહ પણ પદયાત્રા માં જોડાયા.દાંતા ગામ માં અંબાના નામથી ગુંજી ઉઠયુ.મોટી સંખ્યામાં ધોડાપુર ઉમટયુ.ભવાનીસિંહ અને વિરભદ્રસિંહ દ્રારા કરાયું હતુ આયોજન.દાંતા માં પ્રથમ વખત યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.લોકો દ્રારા ફુલ વડે સ્વાગત કરવામાં આવ્યુ.
અંબાજી પ્રહલાદ પૂજારી