આજ રોજ સુખ વિલાસ ફાર્મ મોટા વરાછા ખાતે બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા ૧૧ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં ૧૧ નવ યુગલો એ પ્રભુતા માં પગલાં માંડ્યાં આ પ્રસંગે પરમ પુજ્ય શ્રી મનજી દાદા (મે.ટ્રસ્ટી ગુરુ આશ્રમ બગદાણા) પરમ પુજય શ્રી રાજુબાપુ (કૈલાશ ટેકરી નાની માળ) શ્રી ધર્મેશભાઈ લવંગ વાળા (મે.ટ્રસ્ટી શ્રી માતૃશ્રી શિવકુંવરબા સંસ્થાન સચિન ) ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા. પ્રવીણભાઈ ઘોઘારી (ધારાસભ્ય કરંજ) રાજેશભાઈ જોળીયા(કોર્પોરેટ/હોસ્પીટલ વિભાગ ચેરમેન સુરત). હિંમતભાઈ ધોળકિયા(ડાયરેક્ટ શ્રી હરેકૃષ્ણ એક્ષપોર્ટ). આર કે મકવાણા (કોળી સમાજ અગ્રણી).મનીષાબેન આહીર (કોર્પોરેટ).રૂપાબેન પંડ્યા(કોર્પોરેટ).તેમજ ૧૧ નવ દંપતી ઓ ને આશીર્વાદ આપવા માં આવ્યા હતા
આ પ્રસંગ ને ખુબ સુંદર બનાવવા ખોડીયાર બાળા રાસ મંડળ તેમજ તેમજ ક્રિષ્નાબેન આહીર તેમજ આધ્યાબેન ભૂવા.પ્રાથનાબેન ભૂવા તેમજ દૃષ્ટિબેન પટેલ નૃત્ય રજૂ કરી ખૂબ આનંદ કરવામાં આવ્યો હતો
તેમજ સ્ટેજ સંચાલક માયાભાઈ આહિર(મંડળ પ્રમુખ) ભરતભાઈ મકવાણા (ફિફાદ) કિશોરભાઈ ટાંક.મહેશભાઈ મુંઝાણી દ્વારા જોરદાર સંચાલન કર્યું હતું તેમજ સ્ટેજ વ્યવસ્થા માં કાનાભાઈ ભમ્મર. નાજુભાઈ મોરી.ગીગુભાઇ ભમ્મર.રાજેશભાઈ ભૂવા(એડવોકેટ) દ્વારા કરવા માં આવ્યું હતું મહેમાન વિભાગ જીવાભાઈ ભમ્મર તેમજ સમિતિ દ્વારા કરવા માં આવ્યું હતું રસોડા વિભાગ માં ચોથભાઈ સાંખટ તેમજ સમિતિ દ્વારા કરવા માં આવ્યું હતું
ઉતારા વિભાગ માં જશુભાઇ સોંડાગર તેમજ સમિતિ દ્વારા કરવા આવ્યું હતું જેમાં ટ્રસ્ટ ના વડીલો મનજીભાઈ પીપરડી વાળા.મધુભાઈ મકવાણા (ફિફાદ) જીવાભાઈ ભમ્મર (ભોકરવા) ગમાભાઈ ભમ્મર રાણપરડા વાળા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું તેમજ મંડળ દ્વારા કિરણ હોસ્પીટલ નાં સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ૧૦૦ થી ૧૫૦ બોટલ રક્તદાન થયું હતું
રિપોર્ટ મુકેશ વાઘેલા સુરત