શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે, ત્યારે દેશભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે હાલમાં ચૈત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકો માતાજીની આરાધના કરવા અંબાજી અને ગબ્બર ખાતે આવી રહ્યા છે તાજેતરમાં બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલની રાજકોટ ખાતે બદલી થતા રાજકોટ પીજીવીસીએલ થી વરૂણકુમાર બરનવાલ ની બદલી બનાસકાંઠા કલેક્ટર ખાતે કરવામાં આવી છે.
આજે બનાસકાંઠાના નવીન કલેકટર વરુણકુમાર બરનવાલ આજે અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા અંબાજી મંદિરમાં તેમણે માતાજીની પૂજા અર્ચના કરી હતી અને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમને અંબાજી મંદિરની ગાદી પર જઇને ભટ્ટજી મહારાજ ના આશિર્વાદ લીધા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારી કર્મચારી હાજર રહ્યા હતા અને તેમને નવીન કલેકટર નું સ્વાગત કર્યું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી