કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ સાથે કષ્ટભંજનદેવની કૃપા જન જન ઉપર હંમેશા વરસતી રહે તેવી કરી પ્રાર્થના
સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની તકતીનું અનાવરણ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે હનુમાન જયંતીના પાવન અવસરે આજે તેમની બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન
સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ સાથે કષ્ટભંજનદેવની કૃપા હંમેશા જન જન પર વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ ગૃહમંત્રીશ્રીએ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની તકતીનું અનાવરણ કર્યું હતું.
આ અવસરે પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા), વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, કોઠારી શ્રી વિવેકસાગરજી સ્વામી, શ્રી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી (અથાણાવાળા) સહિત રાજ્યકક્ષાના પધાધિકારીશ્રીઓ, ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, કલેકટરશ્રી ડૉ.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનીયા સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ-અધિકારીઓશ્રીઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતાં.
રીપોર્ટ જયરાજ ડવ બોટાદ