રજા ના દિવસે પણ શિક્ષકો દ્વારા કોચિંગ કલાસ શરૂ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન માટે જ્ઞાનસેતુ સ્કૂલ, જ્ઞાન શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસીડેન્ટ સ્કૂલ,મોડેલ સ્કૂલ જેવી શાળાઓ આગામી વર્ષથી શરૂ થઈ રહી છે ધોરણ છ માં આ શાળાઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રસ એક્ઝામ સરકાર દ્વારા લેવામાં આવશે. ધોરણ 5 ના બાળકો આવતા વર્ષે ધોરણ 6માં આ શાળાઓમાં પ્રવેશ લે તે માટે હિંમતનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી 3400 જેટલા બાળકો એ ફોર્મ ભર્યા છે.
આ પરીક્ષા ની તૈયારી માટે શાળાઓએ પ્રાથમિક શાળા માં કોચિંગ કલાસ શરૂ કર્યા છે.ધોરણ 5 ના બાળકો ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકો ને આ પરીક્ષા ની તૈયારી પ્રાથમિક શાળા ના શિક્ષકોએ તૈયારી શરૂ કરી છે.
શિક્ષણ સચિવ રાવ સાહેબ દ્વારા વીડિયો કોન્ફરન્સ થી શાળા ના શિક્ષકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેના અનુસંધાને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે હિંમતનગર તાલુકા ના બીઆરસી કૉ. ઓર્ડીનેટર ચિરાગભાઈ પટેલ દ્વારા તેમના સીઆરસી કૉ ઓર્ડિ. ના સહિયોગ થી શિક્ષકો ને બાળકો ને આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવવી તેનું એક આયોજન કરી દરેક શાળાના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો દ્વારા ધોરણ 5 બાળકોની વાલી મિટિંગ કરી અને તમારા બાળક નું ફોર્મ ભરવાથી માડી આ શાળા માં જવાથી શુ શુ લાભ થશે તેની જાણકારી વાલી ને આપી અને આ પરીક્ષા ની તૈયારી માટે શિક્ષકો બાળકો ને શુ મદદ કરશે તેની પણ જાણકારી આપી હતી.
હિંમતનગર તાલુકા માં દરેક શાળાએ પોતાનું આયોજન સીઆરસી કૉ. ઓ ના માર્ગદર્શન નીચે તૈયાર કરી કયો શિક્ષક કયા વિષય ની તૈયારી કરાવશે અને કયા સમય માં કરાવશે આવો એક રોડમેપ આખા હિંમતનગર તાલુકાનો તૈયાર કરી અને આયોજન પ્રમાણે બીઆરસી અને સીઆરસી દ્વારા મોંનિટરિંગ કરી શિક્ષકો ને પડતી તકલીફો દૂર કરવામાં આવશે.
આ પરીક્ષા OMR સીટ માં આપવાની હોવાથી બાળકો ને OMR સીટ માં સ્પ્રેક્ટિસ કરવાથી લઈ GCERT દ્વારા તેની વેબસાઈટ ઉપર થી સેમપ્લ પેપર કાઢી અને શિક્ષકો દ્વારા બાળકો ને તૈયારી ચાલુ કરી દીધી છે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ બીઆરસી અને સીઆરસી ની મિટિંગ કરી અને કહ્યું કે 27 એપ્રિલે આ પરીક્ષા છે સમય થોડો છે તો રજા દિવસે પણ આ કોચિંગ કલાસ શરૂ રહે અને બાળકોની તૈયારી થાય તેવું પણ કરો તો આજે રજા ના દિવસે પણ શાળાઓ માં શિક્ષકો એ બાળકો ને બોલાવી કોચિંગ કલાસ શરૂ રાખ્યા હતા.
આ કોચિંગ ક્લાસથી બાળકો અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બીઆરસી કો ઓ જોડે ટેલી ફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે જેટલા બાળકો એ ફોર્મ ભર્યા છે તે તમામ બાળકો પરીક્ષા આપે તેવું આયોજન કર્યું છે અને તે તમામ બાળકો ને હિંમતનગર ના શિક્ષકો તૈયારી કરાવી રહ્યા છે