શોર્ટ રૂટના નામથી ઓળખાતો ભાવનગર થી અમદાવાદ જતા રસ્તાને સરકારશ્રીએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેરવિચારણા કરે તેવી માંગ કરું છુ.
બ્રીજના કામ માટે રસ્તો ૯ મહિના સુધી સંર્પૂણ બંધ કરી ૮૦ કિલોમીટર સુધીનું લાબું ડાયવર્ઝન ?
સરકારશ્રીએ કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. રસ્તાની સમાંતર આવતા ગામો માંથી ડાયવર્ઝન આપવા જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે.
રિપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા