અમિત પટેલ અંબાજી
શકિતપીઠ અંબાજી માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા એપેડેમીક અધિકારી સાહેબ શ્રી ની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી દાંતા ડો.નિશાબેન ડાભી ના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકા ના દાંતા અને ,અંબાજી માં સેનિટેશન રાઉન્ડ દ્વારા આજરોજ તા ૧૭-૦૪-૨૦૨૩ હોટલ,પાર્લર,પાણીપૂરી નાસ્તાની લારીઓ ,તેમજ ઠંડાપીણાં ની દુકાનો ની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપી તાકીદ કરવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ. જેમાં દાંતા ખાતે કુલ50. જેટલી ખાણી પીણી ની જગ્યાઓને ચકાસણી કરી પંચાયત દ્વારા કુલ રૂ 5100 નો દંડ વસૂલ કરવામાં આવેલ હતો.
અને અંબાજી ખાતે……46..જગ્યાઓને ચકાસણી કરી.૩૨૦૦..રૂ દંડ વસૂલ કરવામાં આવેલ હતો.
ઉપરોક્ત કામગીરી માં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી એચ.આર.જોષી તેમજ આરોગ્ય સુપરવાઇઝરશ્રીઓ તેમજ મ.પ.હે.વ ભાઈઓ અને મેડીકલ ઓફીસર સેબલ પાણી ની ટીમે માન.ટી.એચ.ઓ ડો.નિશાબેન ડાભી ના માર્ગદશન હેઠળ કામગીરી કરેલ હતી.