અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ છે ત્યારે અંબાજી મંદિરમાં પણ અલગ અલગ સમયે દર્શન સમયમાં બદલાવ થતો હોય છે ત્યારે અંબાજી મંદિરમાં આખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં ત્રણ આરતી થશે.
સવારે મંદિરમાં સાત વાગ્યે આરતી થશે અને સાંજે પણ સાત વાગ્યે આરતી થશે જ્યારે બપોરે અંદાજીત 12:30 વાગે વાગે આરતી થઇ જશે અને ભક્તોને બપોરે પણ આરતીનો લાભ મલશે. અંબાજી મંદિરમાં સૂર્યનારાયણ પણ માતાજીના દર્શન કરવા આવશે આમ ભક્તો અંબાજી મંદિરમાં ત્રીજી આરતીના દર્શન કરવા આવી શકશે.