શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
જેમાં રાજ્યના વિવિધ મંત્રીઓ અને મુખ્યમંત્રી પણ જોડાયા છે જ્યારે શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડની હાજરીમાં અંબાજીના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ગ્રામજનોની સાથે જ રાજકીય પક્ષના આગેવાનો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
હાથમાં ઝાડુ લઇ અંબાજીના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા નો સંદેશો આપતા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સફાઈ કરી હતી ચોક્કસથી અંબાજી ગ્રામ પંચાયતનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો ખાસ કરીને કહી શકાય મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લો કલેક્ટર ની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકાના નાયબ ડી.ડી.ઓ, ગ્રામ પંચાયતના વહીવટદાર સહિતના ઉચ્ચકક્ષાના હાજર અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં શક્તિપીઠ અંબાજી ખાતે સ્વચ્છ ભારત અભિયાનને લઈ અંબાજી સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો…
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી