Latest

શિક્ષણમંત્રીએ તામિલનાડુથી આવેલ અતિથિઓને ગ્રામ્ય ભોજનનું ભાણું પીરસી સંબંધની મહેક પ્રસરાવી

સોમનાથ: ભાવ ભરેલા ભાણુંથી સદીઓ જૂના કાઠિયાવાડી સંબંધોની મહેક પ્રસરાવવા માટે કાઠિયાવાડી ભોજન વિશ્વમાં પ્રખ્યાત છે તેમાં પણ હાલમાં ચાલી રહેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં તામિલનાડુ થી પધારેલ મહેમાનોને આ કાઠિયાવાડી ભોજનની સંસ્ક્રુતિને ગ્રામ્ય ભોજન દ્વારા સંબંધોની સોડમ પ્રસરાવવામાં આવી હતી.

ભારતની એકતા, સંસ્કૃતિ અને ગૌરવશાળી વિરાસતનો ઉત્સવ એવા “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” માં તમિલનાડુ થી પધારેલા બાંધવ-ભગિનીઓને ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિ થી અવગત કરાવવા તેમજ પરંપરાગત ગ્રામ્ય ભોજન જમાડવા માટે બાદલપરા ખાતે માન. ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા આયોજીત “ભોજન સમારંભ” તથા “સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આતિથ્યભાવ થી મહેમાનોની સરભરા કરી, તમિલ મિત્રોને લહેજતદાર ગુજરાતી ભોજન પીરસ્યું હતું.

આ પ્રસંગે માન. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મુળુભાઈ બેરા તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના સ્થાનિક હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં અતિથિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષણમંત્રી દ્વારા બાળકોનો અનહદ પ્રેમ જોવા મળ્યો હતો તેમણે બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી અને તેઓની સાથે રમત કિલ્લોલ કરતા નજરે જોવા મળ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *