પાલનપુર: તા. ૦૧ / ૦૪ / ૨૦૨૩ ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ –૨૦૨૩ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ , નવી દિલ્હી દ્વારા તા. ૦૫ / ૦૪/ ૨૦૨૩ થી તા. ૨૩ / ૦૪ / ૨૦૨૩ દરમ્યાન હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો નકકી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત તા. ૨૩ / ૦૪ / ૨૦૨૩ ના રોજ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર વિજયકુમાર ખરાડી (IAS) , ડેપ્યુટી ડાયરેકટર જનરલ , સરદાર પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન ( સ્પીપા ) , અમદાવાદ દ્વારા ૧૨ – પાલનપુર વિ.મ. વિ.ના ભાગ નં .૧૨૧,૧૨૨,૧૨૩ નુતન હાઈસ્કુલ મકાન, આબુ હાઈવે , પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી.
તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી , નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારીઓ સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ –૨૦૨૩ અંગે રીવ્યુ બેઠક યોજીને જિલ્લામાં વધુમાં વધુ મતદારો નોંધાય તથા મતદારયાદી ક્ષતિરહિત બને તે અંગે માર્ગદર્શન પુરુ પાડી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.