રિપોર્ટર મહેશ ગોધાણી
આવા જ એક સંત એટલે ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર માં બિરાજમાન એવા વાલમ રામ બાપા…
આજે વાલમ રામ બાપા ની 137 મી પુણ્ય તિથિ છે…
દર વર્ષે બાપા ની પુણ્ય તિથી ભવ્ય થી અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે…
આ તિથિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, આ શોભાયાત્રા ભીડભંજન મહાદેવ ના મંદિર થી નીકળી ગારીયાધાર શહેર ના મુખ્ય માર્ગો પર ફરી વાલમ રામ બાપા ના મંદિર સુંધી કાઢવામાં આવે છે…
મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી, શરબત, નાસ્તા, કુલ્ફી, ઠંડા પીણાં ના ફ્રી સ્ટોલ ઉભા કરવામાં આવે છે, અલગ અલગ સંસ્થા દ્વારા સ્ટોલ ઉભા કરી શોભાયાત્રા યાત્રા આવેલા ભક્તો ને વિતરણ કરવામાં આવે છે…
ગારીયાધાર માં વાલમ રામ બાપા ની પુણ્યતિથિ માં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ બંને એક સાથે મળી ને ઉજવે છે…
આ શોભાયાત્રા માં વિવિધ સંસ્થાઓ દ્વારા ટ્રેકટરો માં કલાકૃતિ ઓ બતાવવામાં આવે છે,ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો ના લોકો આ શોભાયાત્રા યાત્રા માં જોડાય છે,હજારો ની સંખ્યા માં લોકો આ શોભાયાત્રા ધામધૂમ થી ઉજવે છે…
ગારીયાધાર શહેર માં કાત્રોડિયા કુળ માં જન્મેલા વાલમ રામ બાપા આજે દરેક લોકો ના હ્રદય માં બિરાજમાન છે…
ગારીયાધાર શહેર તેમજ પંથક ના લોકો ધંધાર્થે બહાર સ્થાયી થયા હોય તેઓ આજે પોતાના વતન માં આવી ને બાપા ના આ પુણ્યતિથી ધામધૂમ થી ઉજવે છે…
અને વાલમ નામ થી દેશ વિદેશમાં પોતાની પેઢી ના નામો રાખે છે,આ શોભાયાત્રા માં બાળાઓ, બુઝુર્ગ, મહિલાઓ, પુરુષો જોડાય છે,
આ શોભાયાત્રા માં લોકો ટ્રેકટરો, ઘોડાઓ, ટ્રકો શણગારી જોડાય છે તેમજ ડીજે ના તાલે લોકો નાચે છે… અને વિવિધ સંસ્થાઓ દ્વારા કલાકૃતિ ઓ રજૂ કરવામાં આવે છે..
દિવસે બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવે છે,તેમજ રાત્રે સંતવાની નો કાર્યક્રમ રાખવામાં આવે છે..