કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા. તારીખ – 25/04/23 ને મંગળવારના રોજ સાંજના 4.00 વાગ્યે શાળા પરિસરના વિવેકાનંદ સભાગૃહમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીના પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર IAS ઓફિસર દીપેશ કેડીયા PDC કેમ્પની મુલાકાત લીધી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. સ્કૂલના મેનેજર સંજય વશિષ્ઠજીએ અતિથિ વિશેષ દીપેશ કેડીયા પરિચય કરાવી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. અતિથિ વિશેષ દીપેશ કેડિયાએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓની સાથે વિવિધ પ્રકારની પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓની દિનચર્યા, અભ્યાસ, રમત-ગમત, એવમ વિશિષ્ટ સાહિત્ય વાચન વિશે માહિતી મેળવી.
ત્યારબાદ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપીને ખૂબ પ્રશંસા કરી જીવનમાં વાચનની સુટેવ પાડવાનો આગ્રહ સાથે આયોજન બદ્ધ તૈયારી કરવાની શીખ આપી હતી. શાળાના મેનેજર સ્મૃતિચિહ્નન અર્પણ કરીને તેમનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ આભાર વિધિ કરી દીપેશ સાહેબનો આભાર માન્યો હતો. શાળાના એડમિનિસ્ટ્રેટર સમરજીત યાદવ સાહેબ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર શિબિરનું સંચાલન રોહિતભાઈ ચૌધરી એવમ મંચ સંચાલન સ્કૂલના વરિષ્ઠ શિક્ષક વિષ્ણુભાઈ પટેલે કર્યું હતું.