કચ્છની સરકારી અસ્પતાલોની ખૂટતી કડીઓ બાબતે સર્વે કરવામાં આવે..
ગાંધીધામ : ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં પોર્ટ અને ઔદ્યોગીકરણના કારણે વાહનોના યાતા યાતમાં જબરો ઉછાળો આવ્યો છે જેના કારણે અકસ્માતોનો આંક પણ ઊંચાઈ આંબી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાની સરકારી અસ્પતાલોની દયનીય દશા થી લોકોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન થવાથી અનેક લોકો ના જીવનદીપ બુજાયાના દાખલાઓ મોજુદ છે ત્યારે કચ્છ જિલ્લાની સરકારી અસ્પતાલોમાં ખૂટતી કડીઓનું તાત્કાલિક નિવારણ કરી અસ્પતાલનો સ્વાસ્થ્ય સુધારવાની ખાસ જરૂર છે તેવું માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ રજૂઆતમાં જણાવ્યું છે.
શ્રી દનીચા એ વિગતો આપતા જણાવ્યું હતું કે ‘ગુજરાત નો સૌથી મોટો જિલ્લો કચ્છમા સરકારી અસ્પતાઓ જૂજ જ માત્ર છે અને તેમાં પણ તબીબો અને પૂરતા સાધનોની અછત ના કારણે લોકોને ના છુંટકે ખાનગી અસ્પતાલમાં સારવાર નાં લાખોના બિલ ચૂકવવા પડતા હોઇ ગરીબ અને મધ્યવર્ગ ના લોકો નબળી આર્થિક પરિ્થિતિનાં કારણે પીસાઈ રહ્ય છે.
શ્રી દનીચા એ વધૂ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ સંકુલની એકમાત્ર રામબાગ અસ્પતાલમાં નવી ઇમારત ઊભી કર્યા બાદ તેમાં પૂરતા સાધનો જેવા કે સિટી સ્કેન, સબ પેટી નો અભાવ, એમ્બ્યુલન્સ સેવાનો અભાવ, બાવીશ વર્ષ જૂનો એક્સ રે મશીન જે બંધ અવસ્થા માં છે ,એક્સ રે નિષ્ણાત નો અભાવ , લેબોટરી નિષ્ણાત વ્યક્તિ નો અભાવ છે . લાશ ને રાખવા માટે નો ફ્રીઝ વારંવાર મરમત કર્યાં છતા મૃત અવસ્થામાં છે .
નવી ઈમારતનું નિર્માણ થયા બાદ જૂની ઈમારત ના સ્ટાફ પર જ બધી જવાબદારીઓ ઢોળી દેવામાં આવી છે. સ્ટાફ માં વધારો કરવાની ખાસ જરૂર છે. વારંવાર અસ્પતાલમાં પડતા વીજ વિક્ષેપથી પણ અસ્પતાલનો સ્ટાફ અને દાખલ દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્તા હોઈ વીજળી ની જૂની લાઈનો બદલવાની ખાસ જરૂર છે. કોરોના કાળ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ શરૂ જ ન થઈ શક્યું હજુ સુધી પણ તે બંધ જ અવસ્થામાં પડેલ છે.
કંડલા પોર્ટ , મુન્દ્રા પોર્ટ અને કચ્છ માં અન્ય રાજ્યો માંથી આવતાં વાહનો થી ભચાઉ મુખ્ય માર્ગ પર સતત યાતાં યાત રહેતું હોઇ અવારનવાર ભયંકર અકસ્માતો થાય છે ત્યારે ભચાઉ શહેરમાં બ્લડ બેન્ક ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અક્સ્માત ગ્રસ્ત લોકો ને વહેલી તકે સારવાર અથવા ઓપરેશન કરવા માટે છેક ગાંધીધામ ની બ્લડ બેન્ક માં લોહી લેવા જવું પડે છે જેનાથી ગાંધીધામની બ્લડ બેંક ઉપર ભારણ વધુ રહે છે જેથી ભચાઉ માં બ્લડ બેન્ક ઊભી કરવાની ખાસ જરૂર છે, સાથે સાથે રાપરમાં બ્લડ બેન્ક ઉપલબ્ધ છે પરંતુ ત્યાં પણ મહિનામાં એકાદ દિવસ બહાર થી બ્લડ નો પુરવઠો મળતો હોઇ બ્લડ બેન્કમાં પુરતા પ્રમાણમાં લોહી ઉપલબ્ધ ન થવાથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. તેથી રાપરની બ્લડ બેન્ક માં પૂરતું લોહીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ની ખાસ જરૂર છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી ટૂંક સમયમાં કચ્છ જિલ્લા ની મુલાકાતે પધારી રહ્યાં છે ત્યારે કચ્છ જિલ્લાની સરકારી અસ્પતાલોની ખસ્તા હાલત અને ખૂટતી કડીઓ વિશે સચોટ સર્વે કરવાની ખાસ જરૂર છે તેમ શ્રી દનીચા એ અંતમાં જણાવ્યું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.