ગારીયાધાર તાલુકામા છેલ્લા કેટલાક સમયથી તાલુકાની ઓળખ સમાં કાર્યો નગરપાલિકા દ્વારા થયા ના હોઈ જેને લઈને હાલ
વહીવટી અધિકારી મામલતદાર અને નગરપાલિકા દ્વારા ત્રણ બાજુ દરવાજો,ડાન્સિંગ ફુવારા ,ત્રણ સર્કલ, ત્રણ ગેઇટ , સહિત વિકાસના કામો હાથ ધરાશે .
જેમાં વહીવટી અધિકારી દ્વારા શહેરી વિસ્તારનો દરજ્જો મળે માટે કાર્યવાહી કરતા હોવાનું જણાવ્યું હતું . આ ઉપરાંત ગારીયાધારને સીસીટીવી થી સજ્જ કરવાનું કાર્ય પણ હાથ ધરાશે ,આમ ગારીયાધાર ના અલગ અલગ વિસ્તારમાં વિકાસના કામો વહીવટી અધિકારી અને નગરપાલિકા દ્વારા હાથ ધરાશે .
આ તકે મામલતદાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા નો ચાર્જ સંભાળ્યા બાદ વિકાસના કામો બાબતે ધ્યાન આપી ગારીયાધાર ને શહેર બનાવવા માટે કાર્ય કરતા હોય જેમાં અગાઉ વાલમ ચોક ખાતે દીવાલોમાં ચિત્ર કામ સહિત કાર્ય રાજકોટ ની ટિમ સાથે કર્યા હોવાનું જણાવ્યું હતું .
રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર