યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલૉજી એ દક્ષિણ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સાથે દરેક વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં નોકરી આપી તેઓને આત્મનિર્ભર બનાવે છે.
યુપીએલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત ગમત, સ્પર્ધાત્મ્ય પરીક્ષા, ભારતીય સંસ્કૃતિના વારસાને આવનાર પેઢી માટે જીવંત રાખવા માટે તેમજ તેઓને ભારતના સારા નાગરિક બાનવવા માટે જરૂરી કાર્યક્રમોનું આયોજન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓનું તેઓના પરિક્ષાના પરિણામ આધાર ઉપર સન્માન કરવામાં આવે છે. જે વિદ્યાર્થી પરીક્ષામાં 10 માથી 10 S.P.I થી ઉતીર્ણ થાય તો યુપીએલ ગોલ્ડ મેડલ થી સન્માન કરવામાં આવે છે.
આ ઉપરાંત સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરી તેઓને વિષયને લગતી તેમજ અન્ય મુશ્કેલીનું સમાધાન તરતજ કરી આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પરીક્ષાની સાથે અન્ય પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
તમને જણાવતા આનંદ થાય છે કે યુનિવર્સિટી દ્વારા ભરુચ તેમજ ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ અન્ય જ્ઞાતીના આર્થિકરીતે નબળા વિદ્યાર્થીઓને પોતાનું ભણતર પૂર્ણ કરવામાં જરૂરી મદદ કરે છે. આજદિન સુધી, યુનિવર્સિટીએ 300 થી વધુ વિદ્યાર્થીઓને આર્થિકરીતે મદદ કરી તેઓનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે તેઓની નિયમિત રીતે ઉદ્યોગોની મુલાકાત, નિષ્ણાતો સાથે વાર્તાલાપ, ઉદ્યોગોમાં જરૂરી ટ્રેનિંગ, અંગ્રેજીભાષા ઉપર પ્રભુત્વની ટ્રેનિંગ અને વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી પ્રયત્નો કરી તેઓને ઉદ્યોગો માટે જરૂરી ટેક્નોલોજીથી સજ્જ માનવબળ તૈયાર કરવામાં આવે છે.
આજદિનસુધી, યુનિવર્સિટીએ ૮૦૦થી વધુ સ્નાતક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવ્યું છે અને યુનિવર્સિટી સ્નાતક વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહે છે અને દર વર્ષે તેઓની સાથે સવાંદ કરી વિધાર્થીઓના હિતમાં જરૂરી પગલાં લે છે.
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલૉજીની વિદ્યાર્થીઑ આધારિત નીતિના કારણે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને માતા-પિતાની પહેલી પસંદ બની છે અને એ ચોક્કસ છે કે આવનાર દિવસોમાં યુનિવર્સિટી ભારત અને વિશ્વમાં ભરુચ અને ગુજરાત રાજ્યનું નામ ઉચ્ચ શિક્ષણમાં રોશન કરશે .
ભાવેશ મુલાણી, ભરૂચ.