કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડુતો ને સૌથી વધારે ગીર સોમનાથ જીલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકા માં ઘંઉ,ચણા,ધાણા,જીરૂ,ડુંગળી ,કેળા,કેરી જેવા અન્ય પાકોને સૌથી વધારે નુકશાન ઉના અને ગીર ગઢડા તાલુકા માં થયેલ હોય સરકાર શ્રી દ્રારા ખેડુતો માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ માં આ બન્ને તાલુકા જ બાકાત રહી જતા સરકાર શ્રી ને વિનંતી છે.
આ કૃષિ રાહત સહાય જાહેર કરવા બદલ સરકાર શ્રી નો ખુબ ખુબ આભાર પરંતુ વધુ નુકરશાન થયેલ ઉના ગીર ગઢડા તાલુકા જ બાકાત રહી જતા યુવા કોળી સમાજ ના પ્રમુખ રસિક ચાવડા એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી ને વિનંતી કરી છે કે તાત્કાલીક અસર થી આ રાહત પેકેજમાં ઉના ગીર ગઢડા તાલુકા ઓ નો સમાવેશ કરવા માંગ કરી છે.અને આ બાબતે કૃષિ મંત્રી સહિત જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી ને ઈમેલ દ્વારા રજુવાત કરી છે.