પોલીસે કુલ રૂ.26,600 મુદ્દામાલ કબ્જે કર્યો
અંક્લેશ્વરના ઉમરવાડા રેલવે ફાટકની પાસે ઝાડીમાં જુગાર રમતાં ત્રણ ઇસમોનેને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ કિં.રૂ.29,600નો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ LCBની ટીમે જિલ્લામાંથી ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ ડામી દેવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને એલ.સી.બી. ભરૂચનાઓ ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન મળેલી માહીતીના આધારે અંકલેશ્વરના અંસાર માર્કેટ ઉમરવાડા રેલવે ફાટકની પાસે ઝાડીમાં જુગાર રમતો હોવાની જાણ થઈ હતી. જેથી ટીમે સ્થળ ઉપર રેઇડ કરીને જુગાર રમતા મહમંદ બાસીર સીદ્દીકી, નાઝીમ રઇશ સીદ્દીકી અને વિક્રમ હાથીભાઇ ગમારને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની અંગઝડતીના રૂ.19,100 ત્રણ નંગ મોબાઈલ ફોન કિં.રૂ.10,500 સહિત કુલ કિં.રૂ.29,600 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસે તેમના વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ મથકે સોપવામાં આવેલા છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.