અમે ઇતિહાસ રચવામાં વિશ્વાસ કરીએ છીએ
આ વાત ને સાચી સાબિત કરતાં આર.એમ.પી.એસ. ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ CBSE ૧૦મી બોર્ડની પરીક્ષાઓમાં 94.8% ગુણ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને તે પછી પરિણીતા પ્રિયદર્શિની (૧લી શાળામાં ટોપર) દ્વારા સૌથી વધુ ટકાવારી છે,
ત્યારબાદ 93% સાથે ખુશી કુશવાહા (2જી) અને 92.4% સાથે યશવી ભુતક (3જી) છે. જેમણે ડિસ્ટિંક્શન સાથે 90% થી વધુ માર્કસ મેળવ્યા છે અને 12 વિદ્યાર્થીઓ જેમણે ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે.
વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષા, 2023માં પ્રશંસનીય 100% પાસ પરિણામો સાથે અથાગ મહેનતનું નોંધપાત્ર પ્રદર્શન દર્શાવ્યું છે.
આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તથા ઉલ્લેખનીય પરિણામ હાસિલ કરવા બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સામૂહિક મહેનત, સાતત્ય અને પ્રામાણિકતા છે” જવાબદાર છે, તેમ પ્રિન્સિપાલ શ્રીમાન મેલરોય મેકડોનાલ્ડે જણાવ્યું હતું.
ટ્રસ્ટીઓ, શ્રી રાકેશ જૈન, શ્રી મહાવીર જૈન, શ્રી પિકાશ સોલંકી, શ્રી સચિન જૈન, ઓપરેશન હેડ – શ્રી દર્શન જૈને બાળકો તેમજ તેમના માતાપિતાને શુભેચ્છાઓ પાઠવી હતી.
સફળતા નાં આકાશે આર.એમ.પી.એસ. દ્વારા ફરી એક ઉડાન ભરી સાબિત કરી બતાવ્યું છે કે અમે નહીં પણ અમારું પરીણામ બોલે છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.