ધોરણ ૧૦ માં શાળાની આંતરિક કસોટીમાં ગણિત વિષયમાં શૂન્ય માર્ક તેમ છતાં થોડી ઘણી મહેનત અને કૂદડી સાથે સરકારી શાળામાં ભણીને ધોરણ ૧૦ માં માત્ર ૫૫.૫૪% લાવેલી દીકરીના પિતા એવું સ્વપ્ન જુવે છે કે મારા જીવનની અધૂરી રહેલી ઈચ્છા મારી દીકરી પૂર્ણ કરશે, મારી દીકરી ડૉક્ટર બને. તેના નામની આગળ પ્રિફિક્સ ડૉક્ટર લાગે. પણ..શું આ શક્ય છે.?
દીકરીને સારી જગ્યાએ કૉમર્સમાં એડમિશન લેવા માટે બાપે શાળાને હાથ પગ જોડ્યા હતા. બાપને દુનિયા સામે ઝુકતા કઈ દીકરી જોઈ શકે..? જે શાળામાં પ્રવેશ લેવાનો હતો ત્યાં એક બોર્ડ ઉપર સરસ સૂત્ર લખ્યું હતું, “આપણે ખુદ પિતળ હોઈએ તો કોઈના અંગનું ઘરેણું બનવાનું સ્વપ્ન ના જોવાય, કોઈના અંગનું ઘરેણું બનવા તો સોનુ થવું પડે. પીળું તો ઘણું હોય પણ બધું સોનુ ના હોય”. અને કોણ જાણે આ શબ્દોએ તે દીકરીના જીવનમાં ખૂબ ઊંડો પ્રભાવ છોડ્યો…
આંખો બંધ કરીને અનેક અગવડતાઓ વચ્ચે ભણવાનું ચાલુ રાખ્યું. તેના લક્ષ્ય મુજબ તેને સિદ્ધિ મળતી ગઈ. ધોરણ ૧૨મું તેણે ૭૦% સાથે પાસ કર્યું. BBA ટોપ પાંચમાંથી ચતુર્થ સ્થાન મેળવી પૂર્ણ કર્યું ખૂબ સારા માર્ક સાથે MBA કર્યું. વર્ષો પછીય એક અપૂર્ણ બાપનું સ્વપ્ન સળવળ્યું.. એક અધૂરી રહેલી ઈચ્છા જાગી. એ ઈચ્છા હતી કે મારી દીકરી ડૉક્ટર બને..
MBA કર્યાના નવ વર્ષ પછી એ #દીકરીએ ગુજરાતી ભાષામાં સમાજ અને સમસ્યાઓ વચ્ચેનું પાત્ર એટલે સ્ત્રી વિષય ઉપર વિદેશની યુનિવર્સિટીમાં PDH કર્યું અને ખૂબ ગર્વ સાથે ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી. અને તેના પપ્પાના ચરણોમાં ધરી. દીધી.. બાપ એ વેળાએ દીકરી દૂર હતા એટલે ભેટી તો ના શક્યા પરંતુ તેમણે ભારોભાર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. આ #સપના સાકાર થયા ત્યારે ૫૦૦ કિલોમીટરના બંને છેડે #બાપ #દીકરીના ઘરે લાપસી ના આંધણ મેલાયા..
એ દીકરી એટલે…..
આપણાં સૌના લોક લાડીલા રીચ થીંકર અંકિતાબેન મુલાણી..
આપને તેમજ આપના પરિવારને અમો ખુબ ખુબ અભિનંદન સહ ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવીએ છીએ…🎉❣️🎉
Ankita Mulani – Rich Thinker