વિશ્વ ડેન્ગ્યુ દીવસ ઉજવણીમાં જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર દ્વારા જ્ઞાનધારા મેલેરીયા અંગે જનજાગૃતિ અને આરોગ્ય કર્મચારીઓમાં જ્ઞાનનો વધારો થાય અને છેવાડા માનવીને સારી આરોગ્ય સેવા પૂરી પાડી શકાય તે શુભ હેતુ સર કરવા મેઘાણી ભવન સરદારનગર ખાતે કાર્યક્રમ યોજાયો.
જેમાં જિલ્લાભરનાં પુરુષ આરોગ્ય કર્મચારીઓ સુપરવાઈઝરો, તાલુકા સુપરવાઇઝરો, જિલ્લા મેલેરીયા શાખાના અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પ્રમૂખશ્રી ભરતસિંહ ગોહીલ, આર.ડી.ડી.શ્રી ડો. મનીષકુમાર ફેન્સી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી. એચ. ઓફીસર ડો. કોકિલાબેન સોલંકી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, એપેડેમિક અધિકારી ડો. સુનિલભાઇ પટેલ, ડી.ક્યું.એમ.ઓ. ડો. મનસ્વિનીબેન માલવિયા, મહાનગપાલિકાના આર.સી.એચ. ઓફીસર ડો. મૂકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો.
કાર્યક્ર્મના અંતે ગત વર્ષે મેલેરીયા વિભાગમાં સુંદર કામગિરી બદલ કર્મચારીઓને જિલ્લા પંચાયત પ્રમુખનાં હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની આભારવિધિ ડો. બી પી બોરીચા દ્વારા તેમજ સમગ્ર કાર્યક્ર્મનુ સંચાલનશ્રી અનિલભાઇ પંડીત, શ્રી અમિતભાઇ રાજગુરુ, શ્રી મેહુલભાઇ ચૌહાણ દ્વારા કરાયું હતુ.
આ કાર્યક્ર્મને સફળ બનાવવાં મેલેરીયા શાખાના શ્રી શેઠભાઇ, સરોજબેન, જોહરાબેન, બી.કે.ભાઇ, સોંડાગરભાઇ, ગોંડલિયાભાઇ, ગજ્જરભાઇ વગેરેએ જેહમત ઉઠાવી હતી.